Omicron in India: ઓમિક્રોન આતંક જારી! બીજી લહેરથી વધારે ઝડપી ફેલાઈ રહ્યો છે કોરોના
જે દરે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. (AP)
Omicron in India: દિલ્હી (Delhi)માં રવિવારે 3 હજાર 194 નવા દર્દીઓ મળ્યા, જેથી સાત દિવસની સરેરાશ 1538 થઈ ગઈ. એક સપ્તાહ પહેલાની સરખામણીએ આ સંખ્યા 832 ટકા વધી છે.
નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)નો નવો વેરિઅન્ટ 'ઓમિક્રોન' (Omicron) સંક્રમણ મામલે અગાઉના બધા વેરિઅન્ટને પછાડતો દેખાય છે. તાજેતરમાં સામે આવેલા આંકડાઓ આ વાતનો સંકેત આપે છે. જોકે, નિષ્ણાતો માને છે કે ઓમિક્રોનના કારણે આંકડામાં વધારો થયા બાદ પણ હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે. તો સંક્રમિત થયા પછી ગંભીર રીતે બીમાર હોવાની રિપોર્ટ્સ પણ ઓછી સામે આવી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારતમાં રવિવારે 33 હજાર 647 નવા દર્દીઓ મળ્યા. 17 સપ્ટેમ્બર અથવા કહો કે 107 દિવસ પછી એક દિવસમાં આ આંકડો સૌથી વધુ છે. 2 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દરરોજ કોવિડના સરેરાશ 18 હજાર 290 નવા કેસ નોંધાયા હતા. એચટી ડેટા અનુસાર 12 ઓક્ટોબર બાદ આ સાત દિવસની સરેરાશ સૌથી વધુ છે.
આંકડાઓની દ્રષ્ટિએ છેલ્લા અઢી મહિનામાં કેસનો આ સૌથી ખરાબ દર છે. સાથે જ જે દરે કેસ વધી રહ્યા છે તે પણ ચિંતાજનક છે. 25 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં સાત દિવસની રાષ્ટ્રીય સરેરાશ 6 હજાર 641 હતી. આ રીતે નવા સંક્રમણનો દર માત્ર એક અઠવાડિયામાં વધીને 175 ટકા થઈ ગયો છે. 9 એપ્રિલ 2020 પછી આ સૌથી મોટો સાપ્તાહિક વધારો છે. બીજી લહેર દરમિયાન પણ આંકડા 75 ટકાના દરે વધ્યા હતા. રિપોર્ટ અનુસાર, જો કોરોના સંક્રમણનો વર્તમાન દર એવો જ રહ્યો તો સાત દિવસમાં દૈનિક કેસની સંખ્યા બમણી થઈને 36 હજાર થઈ શકે છે.
દિલ્હીમાં રવિવારે 3 હજાર 194 નવા દર્દીઓ મળ્યા, જેથી સાત દિવસની સરેરાશ 1538 થઈ ગઈ. એક સપ્તાહ પહેલાની સરખામણીએ આ સંખ્યા 832 ટકા વધી છે. એ જ રીતે મુંબઈમાં રવિવારે 8 હજાર 63 નવા કેસ મળ્યા, જેના કારણે દૈનિક સરેરાશ દર્દીની સંખ્યા વધીને 3 હજાર 994 થઈ ગઈ. અહીં 624 ટકાનો વધારો જોવા મળ્યો. ભારતમાં ચાલી રહેલ વલણ દર્શાવે છે કે દૈનિક કેસનો દર (સંક્રમણના નવા કેસોની સાપ્તાહિક સરેરાશ) ડેલ્ટા સહિત અગાઉની લહેરો કરતાં વધુ ઝડપથી વધ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. સંસ્થાએ 19 ડિસેમ્બરે કહ્યું હતું કે ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOના ડાયરેક્ટર ટેડ્રોસ ઘેબ્રેયસસે કહ્યું, 'એવી સંભાવના છે કે જે લોકો રસીકરણ કરાવી ચૂક્યા છે અથવા કોવિડ-19માંથી સાજા થઈ ગયા છે તેઓ સંક્રમિત અથવા ફરીથી સંક્રમિત થઈ શકે છે.'
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા ડૉ. કે.કે. તલવારના જણાવ્યા અનુસાર, પ્રારંભિક માહિતી સૂચવે છે કે અન્ય પાછલી લહેરો કરતાં ઓમીક્રોનના લક્ષણો હળવા છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ ઓછી છે. તેમણે ચેતવ્યા કે ઓમિક્રોનના હળવા લક્ષણો જોતાં લોકો તેને હળવાશથી લે અને પૂરતી સાવધાની ન રાખે એવું બની શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર