Home /News /national-international /એક તરફ ઓમિક્રોનના વધતા કેસ, બીજી તરફ મહારાષ્ટ્રના થાણેમાં વિદેશથી આવેલા 12 મુસાફરો ગુમ!
એક તરફ ઓમિક્રોનના વધતા કેસ, બીજી તરફ મહારાષ્ટ્રના થાણેમાં વિદેશથી આવેલા 12 મુસાફરો ગુમ!
ઓમિક્રોનને કોરોના વાયરસના વિવિધ સ્વરૂપોમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. (file pic)
Maharashtra Omicron Corona Case: તાજેતરમાં વિદેશથી પરત ફરેલા 300થી વધુ મુસાફરોમાંથી 12 જણ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગુમ થઈ ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ કહ્યું કે ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
મુંબઈ: કોરોના વાયરસ (Coronavirus)ના ઝડપથી ફેલાતા 'ઓમિક્રોન' વેરિઅન્ટ (Omicron Variant)ને લઈને વધતી જતી ચિંતા વચ્ચે એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે તાજેતરમાં વિદેશથી પરત ફરેલા 300થી વધુ મુસાફરોમાંથી 12 મુસાફરો મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગુમ થઈ ગયા છે. ઓમિક્રોનને કોરોના વાયરસના વિવિધ સ્વરૂપોમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નવા સ્ટ્રેન ઓમિક્રોનના 10 કેસ સામે આવ્યા છે, જે દેશમાં સૌથી વધુ છે. મંગળવારે થાણે જિલ્લાના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ના અધિકારીઓએ જણાવ્યું કે વિદેશથી પાછા ફરેલા 318 મુસાફરોમાંથી ઓછામાં ઓછા 12 લોકો ગુમ થયા છે.
'મુસાફરોએ મોબાઈલ ફોન કર્યા બંધ, ઘરે લાગ્યા તાળા'
મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ કહ્યું કે ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. તેમણે જણાવ્યું, ‘જે યાત્રીઓ પરત ફર્યા છે તેમાંથી કેટલાક સુધી પહોંચી શકાતું નથી કારણ કે તેમના મોબાઇલ ફોન બંધ છે, જ્યારે અન્ય દ્વારા આપવામાં આવેલા સરનામા પર તાળા લાગ્યા છે.’ કેડીએમસીના પ્રમુખે કહ્યું કે આરોગ્ય વિભાગની એક ટીમ ફરીથી આપેલા સરનામા પર જશે.
છેલ્લા કેટલાક દિવસોમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી વિદેશથી પરત ફરતા પ્રવાસીઓ અંગે આજ પ્રકારની રિપોર્ટ મળી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'ઓમિક્રોન' વેરિઅન્ટ ઘણા મ્યુટેશન (Mutations)નું પરિણામ છે. કોવિડના વધારે સંક્રામક સ્વરૂપ B.1.1.1.529 વિશે પ્રથમ વખત 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા તરફથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને જાણ કરવામાં આવી હતી.
દુનિયાના 38 દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. જોકે, હજુ સુધી કોઈ દર્દીના મૃત્યુના સમાચાર સામે નથી આવ્યા. તો ભારતની વાત કરીએ તો અત્યારસુધીમાં 20થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ 10 કેસ મહારાષ્ટ્રમાં, 9 રાજસ્થાનમાં, 2 કર્ણાટક, 1 ગુજરાત અને 1 દિલ્હીમાં સામે આવ્યો છે.
અત્યારસુધી જેટલા પણ દર્દીઓ મળ્યા છે, તે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા અથવા કોઈ હાઈ રિસ્ક દેશોમાંથી પ્રવાસ કરીને પરત ફર્યા હતા. અત્યારે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે કેમકે શંકાસ્પદોની રિપોર્ટ આવવાની બાકી છે. તેમના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તો સંક્ર્મીતોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ પણ કરવામાં આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર