Omicron In India: મહારાષ્ટ્ર અને કેરળમાં 4-4 નવા કેસ, દેશભરમાં કુલ 73 ઓમિક્રોન Positive
Omicron In India: મહારાષ્ટ્ર અને કેરળમાં 4-4 નવા કેસ, દેશભરમાં કુલ 73 ઓમિક્રોન Positive
ઓમિક્રોનને કોરોના વાયરસના વિવિધ સ્વરૂપોમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. (file pic)
મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ આવી ચૂક્યા છે.
નવી દિલ્હી. કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron In India) હવે ભારતમાં પોતાનો સકંજો કસી રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ આવી ચૂક્યા છે. સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીની રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં મળેલા ચાર નવા સંક્રમિતોમાંથી 2 દર્દી ઉસ્માનાબાદ, 1 મુંબઈ અને એક બુલઢાણાનો છે. આમાંથી ત્રણ દર્દીઓનું વેક્સીનેશન થઈ ચૂક્યું છે. સંક્રમિતોમાં એક મહિલા અને 16થી 67 વર્ષના વયજૂથના ત્રણ પુરુષ છે. આ બધા દર્દી લક્ષણ વિનાના છે તો પ્રદેશમાં કોરોનાના આજે 925 નવા કેસ સામે આવ્યા છે અને 10 મૃત્યુ પણ નોંધાયા છે.
કયા રાજ્યમાં કેટલા કેસ?
મહારાષ્ટ્ર-32
રાજસ્થાન-17
દિલ્હી-6
ગુજરાત-4
કર્ણાટક-3
તેલંગણા-2
કેરળ-5
આંધ્રપ્રદેશ-1
ચંડીગઢ-1
પ બંગાળ-1
તમિલનાડુ-1
કુલ- 73
આઇસોલેટ કરવામાં આવ્યા ચાર સંક્રમિત
પ્રારંભિક માહિતી અનુસાર, ઉસ્માનાબાદનો સંક્રમિત શારજાહથી આવ્યો હતો અને અન્ય એક દર્દી તેના સંપર્કવાળો છે. આ ઉપરાંત બુલઢાણાના વૃદ્ધ પોતાની દુબઈ યાત્રાથી પાછા આવ્યા હતા અને અન્ય એક દર્દીએ મુંબઈથી આયરલેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ બધાંને હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. સાથે જ આ દર્દીઓના નજીકના સંપર્કોની શોધ ચાલુ છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આજે કોરોનાથી સજા થયેલા 929 દર્દીઓને રજા આપવામાં આવી છે અને 6,467 કેસ સક્રિય છે. સાથે રાજ્યમાં રિકવરી રેટ 97.72% છે. લેટેસ્ટ અપડેટ મુજબ, COVID-19થી 24 કલાકમાં 10 મૃત્યુની જાણકારી મળી છે. રાજ્યમાં મૃત્યુ દર 2.12% છે. વર્તમાનમાં 75,868 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે અને વધુ 864 લોકો સંસ્થાગત ક્વોરન્ટીનમાં છે.
જણાવી દઈએ કે સમગ્ર દુનિયામાં Omicron વેરિયન્ટના કેસની વધતી સંખ્યા જોતાં ભયનો માહોલ છે. આ વેરિયન્ટ અન્ય વાયરસની સરખામણીએ તેજીથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિક આ વેરિઅન્ટ અંગે વધુમાં વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા મુજબ,આ વેરિઅન્ટ બાળકોને વધુ શિકાર બનાવી રહ્યા છે. આવનારા સમયમાં દરેક માટે ઓમિક્રોન મોટો પડકાર બનવાનો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર