Home /News /national-international /COVID-19: ભારતમાં ઓમિક્રોનનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ, જાણો કેટલો ઘાતક છે નવો સબ-વેરિઅન્ટ BA.2

COVID-19: ભારતમાં ઓમિક્રોનનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ, જાણો કેટલો ઘાતક છે નવો સબ-વેરિઅન્ટ BA.2

BA.2ને હજુ વેરિઅન્ટ ઓફ કન્સર્ન (Variant of concern) નથી કહેવામાં આવ્યો.

Omicron Sub Variant BA.2: BA.2ને હજુ વેરિઅન્ટ ઓફ કન્સર્ન (Variant of concern) નથી કહેવામાં આવ્યો, પણ તેને લઈને દેશોએ સાવધ રહેવું પડશે. ફ્રાન્સમાં જાન્યુઆરીના મધ્યમાં કેસ વધવાની અપેક્ષા હતી, પણ આવું ન થયું અને તેનું કારણ આ સબ-વેરિઅન્ટ છે, જે BA.1ની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાય છે, પણ ઘાતક નથી લાગતો.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. ઓમિક્રોન વેરિઅન્ટના કમ્યુનિટી સ્પ્રેડ (Omicron Variant Community Spread)ને લીધે ભારતમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાન, ઓમિક્રોનના શોધાયેલા નવા સબ-વેરિઅન્ટ જેને બીએ.2 (Sub Variant BA.) કહેવામાં આવે છે, યુરોપીય અને એશિયાઈ દેશોમાં એક ઘાતક વાયરસ સ્ટ્રેન તરીકે ઉભરી આવ્યો છે, જેણે ભવિષ્યમાં મહામારીની લહેરો અંગે ડરનો માહોલ પેદા કર્યો છે.

  યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (UKSHA)એ આ મહિનાના પહેલા દસ દિવસોમાં બ્રિટનમાં 426 કેસની ઓળખ કરી છે અને એ સંકેત આપ્યો છે કે લગભગ 40 અન્ય દેશોમાં પણ નવા વેરિઅન્ટ બીએ.2 (New sub variant BA.2) વિશે જાણકારી મળી છે. એટલું જ નહીં, ભારત, ડેનમાર્ક અને સ્વીડન સહિત કેટલાક દેશોમાં હાલ મોટાભાગના કોવિડ-19 કેસ માટે આ જ બીએ.2 વેરિઅન્ટ જવાબદાર છે.

  કોલકાતાના 80% સેમ્પલ્સમાં નવો સબ વેરિઅન્ટ BA.2 મળી આવ્યો
  આ રિપોર્ટ એવા સમયે આવી છે, જ્યારે કોલકાતામાં આવનારા 80 ટકા કેસમાં ઓમિક્રોન વેરિઅન્ટના BA.2ની ઓળખ કરવામાં આવી છે. 22થી 28 ડિસેમ્બર વચ્ચે જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ્સ મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ 80 ટકા બીએ.2 પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું, જેમનું સીટી સ્તર 30થી નીચે હતું, જે હાઈ વાયરલ લોડ (High Viral Load) દર્શાવે છે.

  આ પણ વાંચો: covid-19: કોવિડના હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ થઈ શકે છે ઠીક, અપનાવો આ આદતો

  આ પહેલા ડિસેમ્બરમાં સરકારે 30થી ઓછા સીટી વેલ્યુવાળા તમામ પોઝિટીવ સેમ્પલ્સને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવાનો નિર્ણય લીધો હતો જેથી ઓમિક્રોનના કમ્યુનિટી ટ્રાન્સમિશન વિશે ખ્યાલ આવે. જો કે, એક અઠવાડિયા પછી નિર્ણય બદલાવી નાખવામાં આવ્યો હતો કારણ કે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ પહેલેથી જ શરૂ થઈ ગયો છે.

  ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ INSACOGના જણાવ્યા મુજબ ઓમિક્રોનનું કમ્યુનિટી સ્પ્રેડ શરુ થઈ ગયું છે અને જે મહાનગરોમાં કોવિડ-19 કેસમાં વૃદ્ધિ જોવા મળી છે, ત્યાં આ હાવી થઈ ગયો છે.

  આ પણ વાંચો: આશાનું કિરણ! Omicron પછી, યુરોપમાં Covid-19 મહામારીનો અંત શક્ય છે: WHO

  કેન્દ્રએ કહ્યું, ભારતમાં BA.2 ફેલાવાનો કોઈ પુરાવો નથી

  આ દરમિયાન કેન્દ્રએ કહ્યું કે સબ વેરિઅન્ટ BA.2ની હાજરી મળી છે એટલે આ જિન ડ્રોપઆઉટ આધારિત સ્ક્રીનિંગ દરમ્યાન આ વાતની આશંકા છે કે સંક્રમણની ખબર નહીં પડે. વાયરસના જેનેટિક ફેરફારથી બનેલું ‘એસ જીન’ ઓમિક્રોન સ્વરૂપ જેવું જ છે. ‘નવા B.1.640.2 સ્વરૂપ પર નજર રાખવામાં આવી રહી છે. તેના ઝડપથી ફેલાવાના કોઈ પુરાવા નથી. રોગપ્રતિકારક શક્તિ પર તે અસર કરી શકે છે, પરંતુ અત્યારે તે 'ચિંતાજનક' સ્વરૂપ નથી. અત્યાર સુધી ભારતમાં આવો કોઈ કેસ મળ્યો નથી.’

  ઓમિક્રોનનો ‘ચાલાક વેરિઅન્ટ’

  BA.2 સ્ટ્રેન જેને સામાન્ય રીતે ‘ચાલાક સ્વરૂપ’ (Stealth Version) તરીકે ઓળખવામાં આવે છે, તે ફક્ત જીનોમ સિકવન્સિંગને આધારે સામે આવે છે. તેને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. BA.1, BA.2 અને BA.3

  આ પણ વાંચો: જર્મનીના નેવી પ્રમુખ ભારતમાં શું બોલી ગયા, કે તેમને પોતાના દેશ પહોંચતા જ રાજીનામું આપવું પડ્યું?

  ઝડપથી ફેલાય છે BA.2, પરંતુ...

  BA.2ને હજુ વેરિઅન્ટ ઓફ કન્સર્ન નથી કહેવામાં આવ્યો, પણ તેને લઈને દેશોએ સાવધ રહેવું પડશે. ‘ફ્રાન્સમાં જાન્યુઆરીના મધ્યમાં કેસ વધવાની અપેક્ષા હતી, પણ આવું ન થયું અને તેનું કારણ આ સબ-વેરિઅન્ટ છે, જે BA.1ની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાય છે, પણ ઘાતક નથી લાગતો.’

  નવા સબ-વેરિઅન્ટ પર વેક્સીનની અસર

  જો કે, ઈમ્પીરીયલ કોલેજ લંડનના વાઈરોલોજિસ્ટ ટોમ પીકોકે જણાવ્યું કે, ‘ભારત અને ડેનમાર્કના ખૂબ જ પ્રારંભિક અવલોકનો સૂચવે છે કે BA.1ની સરખામણીમાં ગંભીરતા મામલે BA.2માં કોઈ ખાસ તફાવત નથી. આ ઉપરાંત, નવા શોધાયેલા વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને, હાલની રસીની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવવાની શક્યતા નથી.’ તેમના મતે નવા સબ-વેરિઅન્ટમાં એટલી ક્ષમતા નથી કે તે ઓમિક્રોનની બીજી લહેરનું કારણ બની શકે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, Coronavirus news, COVID-19, National News in gujarati, Omicron variant

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन