Home /News /national-international /OMG! શરત જીતવા માટે યુવકે એટલા બધા બર્ગર ખાધા કે હોસ્પિટલ જવું પડ્યું

OMG! શરત જીતવા માટે યુવકે એટલા બધા બર્ગર ખાધા કે હોસ્પિટલ જવું પડ્યું

પ્રતિકાત્મક તસવીર

ચીનના એક વ્યક્તિએ બર્ગર ખાવાની એવી શરત મૂકી હતી. શરત પુરી કરવા માટે યુવકે એટલા બધા બર્ગર ખાધા કે તેના પેટના અંદરના ભાગને નુકસાન થયું. ત્યારબાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

    લોકો અવનવી શરત લગાવતા હોય છે. લોકો અગલ અગલ વસ્તુઓ ખાવાની સ્પર્ધા રાખતા હોય છે. અને આવી સ્પર્ધા જીતવા માટે લોકો કોઈપણ હદ સુધી જાય છે. શરત જીતવા માટે લોકો પોતાના સ્વાસ્થ્યને પણ પાછળ મૂકીને સ્પર્ધામાં કૂદી પડે છે. કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટોમાં પણ અનેક શરતો (Condition)પણ રાખવામાં આવતી હોય છે. જેમાં વિજેતાને મફત જમવાનું કે પછી અન્ય પ્રાઈસ મળતી હોય છે. અને આવી શરતો જીતવા માટે લોકો કોઈપણ હદ સુધી જાય છે.

    આવી જ એક ઘટના ચીનમાં (China) બની હતી. ચીનમાં એક વ્યક્તિએ બર્ગર ખાવાની શરત મુકી હતી. એક ચોક્કર કરેલી સંખ્યામાં બર્ગર (Burgers) ખાવાથી એક મહિના સુધી મફત ખાવાનું વિજેતાને મળશે એવી શરત હતી. શરત જીતવાની લ્હાયમાં યુવકને હોસ્પિટલ સુધી પહોંચવું પડ્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે ચીનના એક વ્યક્તિએ બર્ગર ખાવાની એવી શરત મૂકી હતી. શરત પુરી કરવા માટે યુવકે એટલા બધા બર્ગર ખાધા કે તેના પેટના અંદરના ભાગને નુકસાન થયું. ત્યારબાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ યુવકે એક રેસ્ટોરન્ટમાં ચિલી બર્ગર ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે આમા જીતશે તેને એક મહિના માટે મફતમાં જમવાની તક મળશે.

    આ જાણીને તમે હેરાન રહી જશો કે આ યુવક સૌથી વધારે બર્ગર ખાઈને વિજેતા બની ગયો પરંતુ તેને આગળનાં દિવસે ખૂબજ લોહી ઉલ્ટીઓ થઈ હતી. અને તેની હાલત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. એન્ડોસ કોપી દરમિયાન જોવા મળ્યું આ યુવકના પેટનો અંદરનો ભાગ ફાટી ગયો હતો. અને તેની સર્જરી કરવી પડી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: OMG story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन