Home /News /national-international /

OMG: પતિનુ HIVના ચેપથી મોત થયું તો પોલીસે પત્ની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો

OMG: પતિનુ HIVના ચેપથી મોત થયું તો પોલીસે પત્ની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો

OMG News: કાનપુરમાં એચઆઈવીથી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ થયું. સ્થાનિક કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે મૃતકની પત્ની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો.

OMG News: કાનપુરમાં એચઆઈવીથી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ થયું. સ્થાનિક કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે મૃતકની પત્ની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો.

    ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર (kanpur)માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક HIV સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું. જેના પછી પોલીસે પત્ની વિરુદ્ધ હત્યાનો કેસ (Murder case) નોંધ્યો હતો. અહીંયા ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, પુરુષની પત્ની પણ એચઆઇવી સંક્રમિત છે. પોલીસે પત્ની વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે. ખરેખરમાં મૃતકના પરિજનોએ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી સ્થાનિક કોર્ટે તપાસનો આદેશ આપ્યો પરંતુ પોલીસે સીધો કેસ નોંધી લીધો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ચકેરીના વિમાન નગરમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2020માં હરજેન્દર નગરના રહેવાસી યુવક સાથે થયા હતા. લગ્નના થોડા મહિના પછી મહિલાનો પતિ બીમાર રહેવા લાગ્યો હતો. તમામ પ્રકારની સારવાર કરાવ્યા બાદ પણ તેની તબિયત ઠીક ન થતાં તબીબોએ તેને HIV ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. તેનો રિપોર્ટ HIV પોઝીટીવ આવ્યો હતો. કોર્ટમાં આપેલી અરજીમાં યુવકના પિતાએ જણાવ્યું કે, આ પછી પુત્રવધૂ અને તેના પરિવારજનોએ તેના પુત્રને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. યુવકના પિતાનો આરોપ છે કે તેમની પુત્રવધૂને એક દિવસ સમાચાર પત્રમાં આ બાબતે ખબર છપાવી દીધી હતી. આ સાંભળીને તેમનો દીકરો ચક્કર ખાઇને નીચે ઢલી પડ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ડોક્ટરો તેનો જીવ બચાવી શક્યા નહીં.

    કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં માત્ર શરૂઆતની તપાસ કરવ માટે આદેશ આપ્યો હતો


    કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં માત્ર શરૂઆતની તપાસ કરવ માટે આદેશ આપ્યો હતો. પરંતુ પોલીસે મૃતકની પત્ની વિરૂદ્ધ ગંભીર કલમો અંતર્ગત કેસ નોંધી લીધો હતો.

    સ્થાનિક કોર્ટે તપાસનો આદેશ આપ્યો પરંતુ પોલીસે સીધો કેસ નોંધી લીધો.


    પત્ની પણ HIV સંક્રમિત

    બાદમાં જાણવા મળ્યું કે યુવકની પત્ની પણ એચઆઈવી સંક્રમિત છે. આ દરમિયાન મહિલાએ પણ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો હતો. એવો પણ આરોપ છે કે તેને તેના પતિના કારણે જ ચેપ લાગ્યો છે. આ યુવકનું નવેમ્બર 2021માં મૃત્યુ થયું હતું. આ પછી યુવકના પિતાએ પુત્રવધૂ પર ઘરમાંથી દાગીના અને અન્ય વસ્તુઓ લઈ જવાનો આરોપ લગાવીને કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને તપાસનો આદેશ આપ્યો હતો. આ સાથે સ્પષ્ટ શબ્દોમાં સૂચના પણ આપી હતી કે આ મામલે FIR નોંધવામાં ન આવે. આમ છતાં પોલીસે મૃતકની પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: OMG News

    આગામી સમાચાર