Home /News /national-international /OMG! બિહારમાં 2 પત્નીઓની મંજૂરીથી પતિની અનોખી વહેંચણી, બન્ને પત્નીઓ સાથે રહેશે 15-15 દિવસ
OMG! બિહારમાં 2 પત્નીઓની મંજૂરીથી પતિની અનોખી વહેંચણી, બન્ને પત્નીઓ સાથે રહેશે 15-15 દિવસ
આ નિર્ણય કોઈ પંચાયત કે પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો નથી, પરંતુ પૂર્ણિયા પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર (Parivar Pramarsh Kendra)એ આ વ્યવસ્થા આપી છે
ajab gajab news - કૌટુંબિક ઝઘડાઓને ઉકેલવા માટે બનાવવામાં આવેલ પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરે શુક્રવારે પતિને બે પત્નીઓ વચ્ચે વહેંચવાનો અનોખો નિર્ણય લીધો
પૂર્ણિયા : તમે મિલકત, જમીન, મકાન વગેરેના ભાગલા વિશે સાંભળ્યું જ હશે. શક્ય છે કે તમે આ પરિસ્થિતિઓમાંથી પસાર પણ થઈ ચુક્યા હોવ, પરંતુ શું તમે ક્યારેય હસબન્ડ શેરિંગ (Husband Sharing) વિશે સાંભળ્યું છે? હા પતિના ભાગલા! બિહારમાં (bihar)પતિને બે પત્નીઓ વચ્ચે વહેંચવાનો એક રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ નિર્ણય કોઈ પંચાયત કે પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો નથી, પરંતુ પૂર્ણિયા પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર (Parivar Pramarsh Kendra)એ આ વ્યવસ્થા આપી છે. પૂર્ણિયા પોલીસના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરે પતિને પહેલી પત્ની સાથે 15 દિવસ અને બીજી પત્ની સાથે મહિનાના છેલ્લા 15 દિવસ રહેવાનો નિર્દેશ આપ્યો છે. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના આ નિર્ણયની ચારે તરફ ચર્ચાએ જોર પકડ્યું છે. તમે બોલિવૂડ ફિલ્મોમાં એક પતિની બે પત્નીઓ પર આધારિત ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ આ કોઈ વાર્તા નહી પણ એક સત્ય ઘટના છે.
પૂર્ણિયામાં કૌટુંબિક ઝઘડાઓને ઉકેલવા માટે બનાવવામાં આવેલ પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરે શુક્રવારે પતિને બે પત્નીઓ વચ્ચે વહેંચવાનો અનોખો નિર્ણય લીધો છે. આ વ્યવસ્થા બાદ હવે પતિએ દર મહિને 15-15 દિવસ બે પત્નીઓ સાથે રહેવું પડશે. મળતી માહિતી મુજબ ભવાનીપુર પોલીસ સ્ટેશનના ગોડિયારીની રહેવાસી એક મહિલાએ તેના પતિ પર પહેલેથી જ પરિણીત અને 6 બાળકોના પિતા હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ તેને ફોસલાવીને તેની સાથે બીજા લગ્ન કર્યા હતા. તે કહે છે કે હવે તેનો પતિ તેને પોતાની સાથે રાખવા માંગતો નથી.
ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના સભ્ય દિલીપ કુમાર દીપકે જણાવ્યું કે આ સાંભળીને પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર પણ થોડા સમય માટે મૂંઝવણમાં મુકાઈ ગયું કે હવે શું કરવું. બંને પક્ષોને સાંભળ્યા બાદ પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના સભ્યોએ નિર્ણય લીધો હતો કે પતિએ બંને પત્નીઓને રાખવી પડશે. તેમનું ભરણપોષણ પણ કરવું પડશે. આ સાથે કાઉન્સેલિંગ સેન્ટરે બંનેને અલગ-અલગ ઘરમાં રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરે એવી જોગવાઈ કરી હતી કે પતિ 15 દિવસ પહેલી પત્ની સાથે અને પછીના 15 દિવસ બીજી પત્ની સાથે રહે છે. પતિ અને બંને પત્નીઓ આ નિર્ણય સાથે સંમત થયા અને ખુશીથી પોત પોતાના ઘરે ગયા હતા.
ત્રણેય પાસે ભરાવવામાં આવ્યો બોન્ડ
પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના સંયોજક કિરણ બાલા, સભ્યો દિલીપ કુમાર દીપક, સ્વાતિ, રવિન્દ્ર શાહ, બબીતા ચૌધરી, ઝીનત રહેમાન અને પ્રમોદ જયસ્વાલે ખૂબ વિચાર-વિમર્શ પછી અને બંને પત્ની અને પતિની સંમતિથી આ નિર્ણય કર્યો હતો. આ બાબત પર ત્રણેય તરફથી બોન્ડ પણ ભરવામાં આવ્યા હતા. જેથી પછીથી કોઈ આ વ્યવસ્થા પર સંમતિ દર્શાવ્યા પછી ફરી શકે નહીં. દિલીપ કુમાર દીપકે જણાવ્યું કે શુક્રવારે પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં કુલ 32 કેસ આવ્યા હતા, જેમાં છ કેસમાં તેઓએ પરસ્પર સંમતિથી વિવાદ ઉકેલ્યો હતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીથી લઈને ડીજીપી સુધી મામલાઓને ઉકેલવા માટે તેમને ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા છે. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર