રાયપુર/કોંડાગાવ : છત્તીસગઢના (chhattisgarh)કોંડગામ જિલ્લામાં એક અનોખા લગ્ન (wedding )સામે આવ્યા છે. લગ્નના એક દિવસ પહેલા જ દૂલ્હને પુત્રને જન્મ આપ્યો છે. પરિવારમાં લગ્નની ખુશી બાળક સાથે ડબલ થઇ ગઈ હતી. દૂલ્હન સ્વસ્થ હોવાના કારણે નક્કી તારીખે લગ્નની વિધિ પુરી કરવામાં આવી હતી. આ લગ્નની ચર્ચા આખા વિસ્તારમાં થઇ રહી છે. ઘટના છત્તીસગઢ અને ઓડિશાના સરહદી કોંડગામ જિલ્લાના બડેરાજપુર બ્લોકના ગ્રામ બાસકોટની છે. બાસકોટ નિવાસી ચંદન નેતામના લગ્ન ઓડિસાની નિવાસી શિવબત્તી સાથે ગત 31 જાન્યુઆરીએ નક્કી થયા હતા. આ પહેલા 30 જાન્યુઆરીએ પીઠીની વિધિ માટે દૂલ્હનને મંડપમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન અચાનક તેના પેટમાં ( dulhan suffered labor pain in wedding)દર્દ ઉપડ્યું હતું.
ઓડિસાના નવરંગપુર જિલ્લાની રહેવાસી દૂલ્હન શિવબત્તીની માતા સરિતા મંડાવીએ આ અનોખા લગ્નની જાણકારી ડિટેલમાં આપી છે. સરિતા મંડાવીના મતે આદિવાસીઓમાં પૈઠુ પ્રથાનું પાલન આજે પણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રથા અંતર્ગત શિવબત્તી ઓગસ્ટ 2021માં જન્માષ્ટમીના દિવસે પોતાની પસંદથી ચંદન નેતામના ઘરે પૈઠુ માટે ગઈ હતી.
અહીં લગભગ 6 મહિના પસાર કર્યા પછી વર-વહુ અને બન્ને પક્ષના લોકોએ નક્કી કર્યું કે હવે યુવક અને યુવતીના લગ્ન કરી નાખવા જોઈએ. આ પછી વર પક્ષના લોકો દ્વારા યુવતીના માતા-પિતા અને તેમના સંબંધીઓને જાણકારી આપવામાં આવી હતી. આ પછી લગ્ન નક્કી થયા હતા.
લગ્નના એક દિવસ પહેલા પુત્રનો જન્મ
સરિતા મંડાવીના મતે ગામના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લગ્નના કાર્ડ પણ વહેંચવામાં આવ્યા હતા. 30 જાન્યુઆરીએ પીઠી અને 31 જાન્યુઆરીએ વિવાહ, આશીર્વાદ સમારોહ અને પ્રીતિ ભોજનનો કાર્યક્રમ હતો. જોકે પીઠીની વિધિ દરમિયાન યુવતીના પેટમાં દુખાવો શરૂ થયો હતો. આ પછી ગામના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવી હતી. જ્યાં બીજા દિવસે સવારે પુત્રને જન્મ આપ્યો હતો.