ઘરમાં જ પત્નીની કબર બનાવતો હતો પતિ, ડ્રોઈંગ રૂમમાં દફનાવવાની તૈયારીમાં હતો

News18 Gujarati
Updated: February 24, 2020, 10:00 PM IST
ઘરમાં જ પત્નીની કબર બનાવતો હતો પતિ, ડ્રોઈંગ રૂમમાં દફનાવવાની તૈયારીમાં હતો
પતિની તસવીર

ઉત્તર પ્રદેશના મેઠર શહેરના એક વ્યક્તિએ પોતાની પત્નીના પ્રેમમાં ઘરમાં જ કબર બનાવી રહ્યો હતો. પરંતુ આસપાસના લોકોને જાણ થઈ ત્યારે હંગામો મચી ગયો હતો.

  • Share this:
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેઠર (Meerut)શહેરના એક વ્યક્તિએ પોતાની પત્નીના પ્રેમમાં ઘરમાં જ કબર (Grave) બનાવી રહ્યો હતો. પરંતુ આસપાસના લોકોને જાણ થઈ ત્યારે હંગામો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે તેને સમજાવ્યો હતો. પોલીસના સમજાવ્યા બાદ પતિ પોતાની પત્નીની લાશને કબ્રસ્તાનમાં દફનાવવા માટે રાજી થયો હતો. જોકે આ ઘટના સામે આવ્યા પછી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા થઈ હતી.

આ ઘટના લિસાડી ગેટના મોબીન નગરની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોબીન નગર નિવાસી સિરાઝની 50 વર્ષની પત્ની સઈદાનું એક ફેબ્રુઆરીએ 50 ટકાથી વધારે દાઝી ગઈ હતી. થોડા દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ સિરાઝની પત્નીને ઘરે લાવ્યા હતા. અને સારવાર કરવા લાગ્યો હતો. રવિવારે સાંજે સઈદાએ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચોઃ-WhatsAppની ખાનગી Chat ફિંગરપ્રિંટથી થશે Lock, કોઈ નહીં જોઈ શકે

સિરાઝે પત્નીને ઘરના ડ્રોઈંગ રૂમમાં દફનાવવા માટે કબરની તૈયારી કરી લીધી હતી. કોઈ રીતે આ અંગેની લોકોને જાણ થતાં લોકો તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં નજારો લોકો હેરાન થઈ ગયા હતા. પાકી કબર તૈયાર થઈ ચૂકી હતી. આ જોઈને લોકો નારાજ થઈ ગયા હતા. અને તેનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ-14 વર્ષ પહેલા ગુમ થયેલી પત્ની ઈન્ટરનેટની મદદથી મળી, પત્નીને શોધવા ભટકતો હતો પતિ

આ પણ વાંચોઃ-OMG! 47 વર્ષ પછી થઈ બે બહેનોની મુલાકાત, એકની ઉંમર 98 વર્ષ ને બીજીની 100ને પારઆ અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. પોલીસકર્મીઓ દ્વારા સમજાવ્યા પછી સિરાઝ પોતાની પત્નીને કબ્રસ્તાનમાં દફન કરવા માટે રાજી થયો હતો. જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સિરાઝના જણાવ્યા પ્રમાણે તે પોતાની પત્નીને ક્યાંય જવા નહીં દે. એટલા માટે તે પોતાની પત્નીનો મકબરો ઘરમાં જ બનાવવા ઈચ્છતો હતો.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर