Home /News /national-international /15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ
15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ
લૂટેરી દુલ્હીની તસવીર
madhya pradesh crime: લગ્નમાં વરમાલા, આશીર્વાદ જેવી રસમો પણ થઈ હતી. મહિલા લગ્નવાળી રાત્રે દુલ્હનના કપડામાં જ સાથીઓ સાથે ભાગવાના ફિરાકમાં હતી પરંતુ પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ તેને પકડી લીધી હતી.
ભિંડઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh news) ભિંડ જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો (Looteri dulhan) મામલો સામે આવ્યો છે. અહીં 15 વર્ષના પુત્રની માતા 5 હજાર રૂપિયા માટે દિવ્યાંગ સાથે નકલી લગ્ન કરવા (fake marriage with divyang man) માટે તૈયાર થઈ ગઈ હતી. જોકે, આખા લગ્નના નામ પર 90 હજાર જેટલા રૂપિયા ખંખેરી લીધા હતા. લગ્નમાં વરમાલા, આશીર્વાદ જેવી રસમો પણ થઈ હતી. મહિલા લગ્નવાળી રાત્રે દુલ્હનના કપડામાં જ સાથીઓ સાથે ભાગવાના ફિરાકમાં હતી પરંતુ પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ તેને પકડી લીધી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ગોરમી પોલીસ સ્ટેશનના કચનાવ રોડ ઉપર રહેનારા સોનૂ જૈન એક પગથી વિકલાંગ છે. વિકલાંગતાના કારણે સોનુના લગ્ન ન્હોતા થયા. સોનૂ લગ્ન માટે અનેક લોકો સાથે સંપર્ક કરી ચૂક્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત ગ્વાલિયરના સમાધિયા કોલોનીમાં રહેનારા ઉદય ખટીક સાથે થઈ હતી. ઉદયે લગ્નમાં એક લાખ રૂપિયાનો ખર્ચ કરવાની વાત થઈ હતી. અને તેની મુલાકાત એક મહિલા સાથે કરાવી હતી.
દિવસભર થતા રહ્યા લગ્ન મહિલાને જોઈને તેનો સોદો મોલ ભાવ કરીને 90 હજારમાં લગ્ન નક્કી કરાયા હતા. 27 જુલાઈએ ઉદય પોતાના ત્રણ સાથીઓને લઈને ગોરમી પહોંચ્યો હતો. તેની સાથે 40 વર્ષીય મહિલા અનિતા પણ હતી. ઉદય લગ્નમાં સોદાની રકમ 90 હજાર લઈને જતો રહ્યો હતો. અને ગેંગના સાથીઓ જિતેન્દ્ર અને અરુણે મહિલાના સંબંધીઓ બતાવીને છોડ્યા હતા. દિવસભર ગાવા વગાડું થયું હતું. લગ્નની દરેક રસમો થઈ હતી. દુલ્હા-દુલ્હનને એક બીજાને વરમાલા પહેરાવી હતી. સાત ફેરા થયા હતા અને બંનેએ લગ્ન કરી લીધા હતા.
તબિયત ખરાબ થવાનું બહાનું બતાવ્યું દુલ્હને જિતેન્દ્રને પોતાના ભાઈ અને અરુણનો સંબંધી ગણાવ્યો હતો. બંનેએ સવારે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને ઘરના બહાર ઉંઘી ગયા હતા. દુલ્હન રાત્રે 12 વાગ્યે સુહાગરાત પહેલા સોનૂને કહ્યું કે તેની તબિયત ખરાબ થઈ રહી છે.
તે છત ઉપર જવા માંગે છે. તે લગ્નના કપડામાં જ છત ઉપર પહોંચી. તક જોઈને ચાદરથી કૂદીને ભાગવા લાગી અને નીચે ઉંઘતા બંને સાથીઓ પણ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ ઘરની બહાર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે ત્રણેને પકડી લીધા હતા.
" isDesktop="true" id="1119578" >
મહિલાએ કબૂલ્યો પોતાનો ગુનો પોલીસને પૂછપરછમાં મહિલાએ પોતાનો ગુનો કબુલ્યો હતો. મહિલાએ આ દરમિયાન 5000 રૂપિયા મળવાની વાત પણ કહી હતી. તેણે સ્વીકાર્યું કે એક પરિણીત મહિલા છે અને તેને 15 વર્ષનો પુત્ર પણ છે. પોલીસે મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ ગેંગના એક માસ્ટર માઈન્ડ ઉદય અને એક સાથી હજી ફરાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર