Home /News /national-international /VIDEO: વંદે ભારતમાં સેલ્ફી લેવા ગયો વ્યક્તિ, પરંતુ થઈ ગઈ તેના પર ગેમ, 200 KM દૂર પહોંચી જુઓ આગળ શું થયું
VIDEO: વંદે ભારતમાં સેલ્ફી લેવા ગયો વ્યક્તિ, પરંતુ થઈ ગઈ તેના પર ગેમ, 200 KM દૂર પહોંચી જુઓ આગળ શું થયું
વંદે ભારત ટ્રેન
Viral News: આંધ્રપ્રદેશના એક વ્યક્તિના સેલ્ફીના ક્રેઝએ તેને હેરાન કરી દીધો હતો. જણાવી દઈએ કે, આ વ્યક્તિ સેલ્ફી લેવા માટે જ ટ્રેનમાં ચઢ્યો હતો, પરંતુ અચાનક ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા અને આ વ્યક્તિ અંદર જ બંધ થઈ ગયો હતો. મજાની વાત એ છે કે, આ ટ્રેન 200 કિમી દૂર આવેલા સ્ટેશન પર ઉભી રહેવાની હતી.
વિશાખાપટ્ટનમ: દેશના ઘણા રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનની મુસાફરીમાં મુસાફરોને લક્ઝરી ફીલ થાય છે. આ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન ઘણા લોકો ફોટોગ્રાફ્સ લેતા પણ જોવા મળે છે. પરંતુ આંધ્રપ્રદેશના એક વ્યક્તિને તેનો સેલ્ફીનો ક્રેઝ મોંઘો પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિ સેલ્ફી લેવા માટે વંદે ભારત એક્સપ્રેસમાં ચડ્યો હતો. તેણે તરત જ ફોટોગ્રાફ્સ ક્લિક કરીને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થઈ જતા આ વ્યક્તિ ટ્રેનની અંદર બંધ થઈ ગયો અને કોઈ કારણ વગર લગભગ 200 કિમીની મુસાફરી કરવી પડી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, જ્યારે વ્યક્તિ વંદે ભારત ટ્રેનના કોચમાં પ્રવેશ્યો ત્યારે ટ્રેનને રાજમુન્દ્રી સ્ટેશન પર હતી. પરંતુ તે સેલ્ફી લીધા તે ટ્રેનની અંદર બંધ થઈ ગયો હતો, આથી તેણે ટિકિટ ચેકરને દરવાજો ખોલવા કહ્યું હતું, પરંતુ ટીસીએ ના પાડી. કહેવામાં આવી રહ્યું છે કે, પછી આ વ્યક્તિ વિશાખાપટ્ટનમ ગયો અને પછી કોઈ રીતે ત્યાંથી પાછો ફર્યો હતો. ટીસીએ તેની પાસેથી વિખાશાપટ્ટનમ સુધીનું ભાડું પણ લીધું હતું. ત્યારબાદ તેને ટ્રેનમાંથી ત્યાં ઉતારી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં આ વ્યક્તિ પોતાના હાથ વડે ટ્રેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પછી ટીસીના આગમન પહેલા ટ્રેન છોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરવાજો ખુલતો નથી. વાયરલ વીડિયોમાં, જે વ્યક્તિ રાજમુન્દ્રી ખાતે ટ્રેનમાં ચડ્યો હતો તે ટીસીને કહે છે કે, તે માત્ર વંદે ભારત ટ્રેનમાં ફોટો લેવા આવ્યો હતો. પછી તે ટીસીને દરવાજો ખોલવા કહે છે. વાયરલ વીડિયોમાં ટીસી વ્યક્તિ પર ભડકતો જોવા મળી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ટીસીએ આ વ્યક્તિને કહ્યું કે, 'એકવાર દરવાજો બંધ થઈ જાય પછી તે ખોલી શકાતો નથી. આ ઓટોમેટિક છે. ટ્રેનની અંદર ફોટા પાડવા કોણ આવે છે? શું તમે ગાંડા છો?'
Welcome to East Godavari . Telugu Uncle got onto the Vande Bharat train in Rajamundry to take a picture and the automatic system locked the doors once the train started moving. 😂😂😂
આંધ્રપ્રદેશના એક વ્યક્તિને વંદે ભારત એક્સપ્રેસમાં સેલ્ફી લેવી મોંઘી પડી હતી. ટ્રેનના દરવાજા ઓટોમેટિક લોક થઈ ગયા હતા. આ દરમિયાન, વ્યક્તિએ 200 કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી. રસપ્રદ વાત એ છે કે, ટીસીએ આ વ્યક્તિ પાસેથી 200 કિમીનું ભાડું પણ લીધું હતું.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર