રામ રાખે તેને કોણ ચાખે! ફૂલ સ્પીડમાં બાઈક ઉપર જતા બે યુવકો ટ્રક નીચે આવી ગયા, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

સીસીટીવી પરથી તસવીર

ફૂલ સ્પીડમાં જતા બાઈક ચાલકે સામેથી ટ્રક આવતા બ્રેક લાગી અને બાઈક સ્લીપ ખાઈને ટ્રક નીચે જતું રહ્યું હતું. જોકે, થોડા સમયમાં જ ટ્રક નીચેથી બે યુવકો સરકતા બહાર આવ્યા હતા.

 • Share this:
  પશ્વિમ બંગાળઃ કહેવત છે ને કે 'મારવા વાળા હજાર હોય પરંતુ બચાવનારો એક ઊપર વાળો જ છે.' રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતોને સર્થક કરતો એક કિસ્સો પશ્વિમ બંગાળમાં બન્યો છે. આ ઘટના જે કેમેરામાં કેદ ના થઈ હોત તો કોઈને વિશ્વાસ જ ન આવે. અહીં એક બાઈક ઉપર જતાં બે યુવકો બાઈક સાથે ચાલુ ટ્રકની ચીને આવી ગયા હતા. જોકે, તેમનો ચમત્કારી બચાવ થયો હતો. આ ચમત્કારી ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જે અત્યાર સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહી છે.

  મળતી માહિતી પ્રમાણે પશ્વિમ બંગાળના મુર્શિદાબાદની અકસ્માતની આ ઘટના છે. કેમેરામાં કેદ ન થઈ હોત તો કદાચ કોઈને વિશ્વાસ જ ન આવત. મુર્શિદાબાદના બડવા વિસ્તારમાં સોમવારે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે બીજી તરફથી એક ફૂલ સ્પીડમાં એક બાઈક આવતું હતું.

  બાઈક ઉપર બે યુવકો સવાર હતા. સામેથી ટ્રક આવતા જોઈ બાઈક ચાલકે બ્રેક લગાવી હતી. જોકે, બાઈક સ્લીબ ખાઈને બે યુવકો સાથે ટ્રક નીચે ઘુસી ગયું હતું. આ સમયે ટ્રક ચાલકે બ્રેક લગાવી હતી. અને નીચે ઉતરી જોયું હતું.

  આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

  આ પણ વાંચોઃ-પુત્રીએ માતા-પિતાને ઉકાળામાં ઊંઘની ગોળીઓ પીવડાવી, રાતમાં પ્રેમી સાથે મળીને કર્યું એવું કામ કે ઉડી ગયા હોશ

  આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

  ટ્રક નીચે ઘુસેલા યુવકો એક પછી એક ઘુંટણીએ પડીને એક પછી એક બહાર આવ્યા હતા. બંને યુવકો બહાર આવતા જોઈને લોકો આશ્ચર્યમાં પડ્યા હતા. આ ઘટનામાં યુવકોનો ચમત્કારી બચાવ છયો હતો. અને લોકોના ટોળા પણ એકઠાં થયા હતા.  અકસ્માતની આ ઘટના યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે, હાજર લોકોએ આ દ્રશ્ય જોયું તો પોતે નવાઈ લાગી હતી અને આ માત્ર એક ચમત્કાર હોય એવું માનવા લાગ્યા હતા.
  Published by:ankit patel
  First published: