સબરીમાલા વિવાદઃ મહિલાઓની એન્ટ્રીથી કેરળમાં ફરી ભડકી હિંસા, MLAના ઘર બહાર બોમ્બથી હુમલો

હિંસાની તસવીર

સબરીમાલાના અયપ્પા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને કેરળમાં સતત હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે.

 • Share this:
  સબરીમાલાના અયપ્પા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને કેરળમાં સતત હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે સત્તાધારી સીપીઆઇ (એમ) નેતા અને થલાસરી ધારાસભ્ય એએન શમસીર સહિત લેફ્ટના અન્ય નેતાઓના ઘર ઉપર બોમ્બ ફેક્યા હોવાની માહિતી મળી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાતે આશરે 10.15 કલાકે બાઇક ઉપર સવાર અજાણ્યા લોકોને કન્નૂર જિલ્લા સ્થિત મડપીડિકાયિલમા મેં શમસીરના આવાસ ઉપર બોમ્બ ફેકાયો હતો.

  હુમલા પછી શમસીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતુંકે, આ રાજ્યમાં હિંસા ભડકાવવાની આરએસએસનું ષડયંત્ર છે. રાજ્યમાં હિંસા ભડકાવીને શાંતિનો ભંગ કરવા ઇચ્છે છે. હુમલા સમયે ધારાસભ્યના ઘરમાં હાજર ન્હોતા. તેઓ થલાસરીમાં એક શાંતિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. શમસીર ઉપર સીપીએમના પૂર્વ જિલ્લા સચિવ પી શશિના ઘર ઉપર પણ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જ્યારે સીપીએમ કાર્યકર્તા વિશાક ઉપર કન્નૂર જિલ્લાના ઇરિત્તિમાંહુમલો કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-કિંજલ દવેએ મારા ગીતની ચોરી કરી છે: કાઠિયાવાડી કિંગ કાર્તિક પટેલ

  કેરળમાં શુક્રવારે ગુસ્સે ભરાયેલા દેખાવકર્તાઓએ વિવિધ સ્થળો ઉપર દેશી બોમ્બ અને પથ્થર ફેંક્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે દેવસ્વઓમ બોર્ડના સભ્ય કે. શશિકુમારના કોઝિકોડના પેરમ્બ્રા સ્થિત ઘર ઉપર શુક્રવારે દેશી બોમ્બ ફેંકાયો હતો. તેમણે જણાવ્યું કે, પથનમથિટ્ટામાં અડૂરમાં મોબાઇલની એક દુકાનમાં પણ વિસ્ફોટક ફેંકાયા હતા.

  આ પણ વાંચોઃ-મનમોહન સિંઘ એક્સિડેન્ટલ નહીં પણ એક સફળ વડાપ્રધાન હતા: શિવસેનાનો કાંકરીચાળો

  પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 1718 લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંસક પ્રદર્શનના સંબંધમાં 1108 મામલામાં નોંધવામાં આવ્યા છે. ગુરુવારે હિન્દુ સમર્થક સંગઠનમાં સવારથી સાંજ સુધી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આસમયે 1009 લોકોને સાવચેતીના ભાગરૂપે જેલમાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 132 પોલીસ કર્મીઓ અને 10 મીડિયા કર્મીઓ સહિત 174 લોકો ઘાયલ થયા છે.
  Published by:ankit patel
  First published: