Home /News /national-international /

રાજ્યપાલને મળ્યા બાદ ઉમરે કહ્યુ- J&Kની હાલત પર ક્યાંયથી પણ જવાબ નથી મળી રહ્યો

રાજ્યપાલને મળ્યા બાદ ઉમરે કહ્યુ- J&Kની હાલત પર ક્યાંયથી પણ જવાબ નથી મળી રહ્યો

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માંગીએ છીએ

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માંગીએ છીએ

  જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી બગડેલી સ્થિતિને જોતાં નેશનલ કોન્ફરનસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત બાદ ઉમ અબ્દુલ્લાએ કહ્યું કે, અમે રાજ્યપાલને સ્થિતિ વિશે ચર્ચા કરી. અમને જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી 370ને લઈને કોઈ પણ એલાન કરવાની તૈયાર નથી કરવામાં આવી રહી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે હજુ સુધી અમને રાજ્યમાં તહેનાત કોઈ અધિકારી પાસેથી જવાબ નથી મળી રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં ચૂટણી ઈચ્છે છે.

  ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માંગીએ છીએ. જ્યારે અમે અધિકારીઓને પૂછીએ છીએ તો કહે છે કે કંઈક તો થઈ રહ્યું છે, પરંતુ કોઈને ખબર નથી કે હકિકતમાં શું થઈ રહ્યું છે.

  આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરમાં ડર ફેલાવનારો જૈશનો આતંકી જીનત નાઇકૂ ઠાર

  તેઓએ કહ્યું કે, સોમવારે સંસદ શરૂ થતાં પહેલા કેન્દ્ર સરકારને નિવેદન આપવું જોઈએ કે અમરનાથ યાત્રા સમાપ્ત કરવા અને પર્યટકોને કાશ્મીર ઘાટી ખાલી કરવા માટે કેમ કહેવામાં આવ્યું છે. અમે તેને સંસદથી સાંભળવા માંગીએ છીએ કે લોકોએ ડરવાની કોઈ જરૂર નથી.

  ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે રાજ્યપાલને જણાવ્યું કે કાશ્મીરના લોકોમાં 35એ અને 370ને લઈને અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે. રાજ્યપાલે અમે આશ્વાસન આપ્યું કે આ તમામ મુદ્દાઓમાં કોઈ પણ જાહેરાતની કોઈ તૈયાર નથી કરવામાં આવી રહી. તેઓએ કહ્યું કે આ મુદ્દે રાજ્યપાલે જે વાત અમને કહી છે તે અંતિમ શબ્દ નથી. જમ્મુ-કાશ્મીર પર અમે ભારત સરકારથી આ વાત સાંભળવા માંગીએ છીએ. રાજ્યપાલ જે કંઈ પણ સાર્વજનિક રીતે અમને જણાવે છે, હું નિશ્ચિત રીતે ભારત સરકાર પાસેથી સાર્વજનિક રીતે સાંભળવા માંગીશ કે લોકોને ચિંતા કરવાની કોઈ વાત નથી.

  આ પણ વાંચો, કાશ્મીર ઘાટીમાં અફવાઓનું બજાર ગરમ, પેટ્રોલ પંપ, ATM પર ભારે ભીડ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Jammu and kashmir, Jammu Kashmir, Omar abdullah, Satyapal malik, આતંકવાદી હુમલો, આતંકી, જમ્મુ, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन