Home /News /national-international /

પહેલીવાર દિલ્હી મેટ્રોમાં બેઠા ઓમર અબ્દુલ્લા, કહ્યું હું ફેન થઈ ગયો

પહેલીવાર દિલ્હી મેટ્રોમાં બેઠા ઓમર અબ્દુલ્લા, કહ્યું હું ફેન થઈ ગયો

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુરૂવારના રોજ દિલ્હી મેટ્રોમાં પહેલી વાર યાત્રા કરી હતી. તેમણે મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનની સરાહના કરતા તેને 'વર્લ્ડ ક્લાસ' ગણાવ્યું. આ પહેલા યાત્રા ન કરવા પર પસ્તાવો પણ જાહેર કર્યો.

    ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું કે, 'આજે પહેલીવાર દિલ્હી મેટ્રો અને એરપોર્ટ એક્સપ્રેસમાં યાત્રા કરી. વિશ્વસ્તરીય આધારભૂત સંરચનાની આ મિસાલ છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 (ટી 3) જવાનો આ સૌથી સારો રસ્તો છે. હું ફેન થઈ ગયો.'



    તેમણે કહ્યું કે, 'મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મેં આ પહેલા મેટ્રોમાં સફર કેમ ન કર્યો. દિલ્હી મેટ્રો નવી દિલ્હી સ્ટેશનથી ટી3 સુધી શાનદાર છે. મારા માટે કોઈ ટ્રેફિક જામ ન હતો.' નેશનલ કોન્ફરન્સના નેતાએ મેટ્રોની અંદરની તસવીરો પણ શેર કરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Delhi metro, Omar abdullah

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन