રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ અને છેલ્લે માફી, ગુજરાતમાં આવું એક તરફી કેમ?
ભાજપના નેતા રામ માધવે વધુ ઉત્સાહમાં આવી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ નિવેદન આપી તો દીધું પરંતુ અબ્દુલ્લાના હુંકાર બાદ બિલાડીની જેમ નિવેદન પાછું પણ ખેંચી લીધું.
ભાજપના નેતા રામ માધવે વધુ ઉત્સાહમાં આવી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ નિવેદન આપી તો દીધું પરંતુ અબ્દુલ્લાના હુંકાર બાદ બિલાડીની જેમ નિવેદન પાછું પણ ખેંચી લીધું.
રાજકારણમાં આરોપ પ્રત્યારોપ લગાવવા સામાન્ય વાત છે, પરંતુ જ્યારે કેટલાક એવા પણ નેતા હોય છે જે સમયાનુસાર નિવેદનો તો આપી દે છે પરંતુ વળતા પ્રહાર બાદ પોતાનું બેશરમની જેમ પોતાનું નિવેદન પણ બદલી દેતા હોય છે, આવું જ જોવા મળ્યું જમ્મુ કાશ્મીરમાં. ભાજપના નેતા રામ માધવે વધુ ઉત્સાહમાં આવી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ નિવેદન આપી તો દીધું પરંતુ અબ્દુલ્લાના હુંકાર બાદ બિલાડીની જેમ રામ માધવે પોતાનું નિવેદન પાછું પણ ખેંચી લીધું. આવી જ સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની જોવા મળી હતી, જ્યારે પરપ્રાંતિયનો મુદ્દો ચગ્યો હતો. હંમેશની જેમ આ વખતે પણ કોંગ્રેસ પર ભાજપ ભારે પડ્યું હતું.
થોડા સમય પહેલા જ ભાજપના નેતા રામ માધવે વધુ પડતાં આવેશમાં આવીને એવું નિવેદન આપી દીધું કે પીડીપી અને નેશનલ કોન્ફ્રેન્સને પાકિસ્તાનનો સપોર્ટ છે અને તેઓ સરકાર બનાવે, જો કે આ નિવદેન બાદ ઓમર અબ્દુલ્લા ધૂઆફુંઆ થઇ ગયા અને વળતો પ્રહાર કરતાં કહ્યું કે હું રામ માધવને પડકાર ફેંકુ છું કે તેઓએ લગાવેલા આરોપ સાબિત કરે, તમારી સરકાર પાસે રો, એનઆઇએ અને આઇબી છે, સીબીઆઇ પર પણ તમારો કંટ્રોલ છે, તો જો તમારામાં હિમ્મત છે તો જનતા સમક્ષ પૂરાવા રજૂ કરો. નહીં તો માફી માગો, ખરાબ રાજનીતિ ન કરો. ઓમર અબ્દુલ્લાના હળહળતા જવાબથી રામ માધવ મૂંજાઇ ગયા અને તાત્કાલિક તેઓએ ટ્વીટ કરી પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું.
જો કે રાજકારણમાં આવા પણ નેતા છે તેઓ બોલતા તો બોલી જાય છે પરંતુ જ્યારે કોઇ વળતો પ્રહાર કરે તો બેશરમ બની ભૂલ પણ સ્વીકારી લે છે. અત્યારે ભલે વાત જમ્મુ કાશ્મીરની છે, પરંતુ લાગુ તો ગુજરાતને પણ પડે, કારણ છે થોડા મહિના પહેલા જ આવી ઘટના ગુજરાતમાં બની હતી, જ્યારે રાજ્યમાં પરપ્રાંતિયનો મુદ્દો સળગ્યો હતો ત્યારે પણ નિવેદનોની વણઝાર ચાલી હતી, આ સમયે એ સમયે યુપીની મુલાકાતે ગયેલા વિજય રૂપાણીએ શક્તિસિંહનું નામ લીધા વગર સીધું કહી દીધું કે પરપ્રાંતિય હુમલા પાછળ તેઓ જવાબદાર છે. જો કે ગુજરાત કોંગ્રેસ નિષ્ક્રિયતા માટે આમ પણ જાણીતી છે, તેઓએ માત્ર રૂપાણી સામે પગલા લેવાની વાત કરી પરંતુ લીધા નહીં, અને ભાજપે નિવેદન પાછું ખેચ્યું નહીં.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર