Home /News /national-international /

Uttar Pradesh: ઓપી રાજભર અખિલેશને આપશે ઝટકો, બીજેપી ગઠબંધનમાં થશે સામેલ? અટકળો પાછળની Inside Story

Uttar Pradesh: ઓપી રાજભર અખિલેશને આપશે ઝટકો, બીજેપી ગઠબંધનમાં થશે સામેલ? અટકળો પાછળની Inside Story

સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર

Uttar Pradesh Assembly elections - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓમપ્રકાશ રાજભરે બીજેપીના નેતાઓ સાથે લગભગ એક કલાક સુધી મુલાકાત કરી હતી

    લખનઉ : સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly elections)લડનાર સુહલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) (Suheldev Bharatiya Samaj Party (SBSP)ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર (OP Rajbhar)હવે અખિલેશ યાદવને (Akhilesh Yadav)ઝટકો આપી શકે છે. સૂત્રોના મતે ઓપી રાજભર હવે સપા ગઠબંધનનો સાથ છોડીને બીજેપીના ગઠબંધનમાં સામેલ થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે રાજભરે શુક્રવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યૂપી ચૂંટણી માટે બીજેપીના પ્રભારી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન અને બીજેપીના પ્રદેશ મહામંત્રી (સંગઠન) સુનીલ બંસલ સાથે મુલાકાત કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓમપ્રકાશ રાજભરે આ ત્રણેય નેતાઓ સાથે લગભગ એક કલાક સુધી મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી ચર્ચા છે કે રાજભરને સુભાસપાના કોટામાંથી યોગી મંત્રીમંડળમાં મંત્રી પણ બનાવી શકાય છે.

    બીજી તરફ ઓપી રાજભરના પુત્ર અરવિંદે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. અરવિંદ રાજભરે સોશિયલ મીડિયા પર લખ્યું કે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનું બીજેપી સાથે જવાના સમાચાર નિરાધાર છે. સુભાસપા, સમાજવાદી પાર્ટી સાથે છે અને રહેશે.

    આ પણ વાંચો - યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ફેરફાર, જાણો કઇ છે નવી તારીખ?

    આ મુદ્દે ઓપી રાજભરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે સમાજવાદી પાર્ટી સાથે છીએ. અમે સ્થાનીય નિગમ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છીએ. અમે 2024ની તૈયારીમાં છીએ.

    ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજભરે 2017ની વિધાનસભાની ચૂંટણી બીજેપી સાથે મળીને લડી હતી. બીજેપી સરકાર બનવા પર ઓપી રાજભરને યોગી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે બીજેપી સાથે મતભેદ થતા એનડીએ સાથે છેડો ફાડ્યો હતો અને 2022ની ચૂંટણી સપા ગઠબંધન સાથે મળીને લડી હતી.

    આ પણ વાંચો - મોદી યુગ પછી ભાજપા વિખરાઇ જશે પણ કોંગ્રેસ હંમેશા રહેશે, વીરપ્પા મોઇલીએ જી-23 નેતાઓને કહ્યું

    2022ની ચૂંટણીમાં રાજભરની સુભાસપાને 6 સીટો પર જીત મળી છે. યૂપી ચૂંટણીમાં તેનું પ્રદર્શન કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી કરતા પણ સારું રહ્યું છે. આ બન્ને રાષ્ટ્રીય પાર્ટીઓ ક્રમશ બે અને એક સીટ જીતી છે. સુભાસપાના આ પ્રદર્શન પાછળ સપા ગઠબંધનનો હાથ માનવામાં આવી રહ્યો છે. આવામાં જો સપા સાથે નાતો તોડીને બીજેપી ગઠબંધનમાં સામેલ થાય તો અખિલેશને એક ઝટકો લાગશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly elections 2022, Uttar Pradesh‬

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन