Home /News /national-international /

CWG: શૂટર શ્રેયસીએ ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ, ઓમ મિથરવાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

CWG: શૂટર શ્રેયસીએ ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ, ઓમ મિથરવાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

    ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત 21માં કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય નિશાનેબાજોનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન ચાલુ છે. નિશાનેબાજ ઓમ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્ટલ સ્પર્ધાનો કાંસ્ય પદક જીતી લીધું છે. જો કે જીતુ રાયે અંતમાં થોડા નિરાશ કર્યા હતાં. જે બાદ શૂટર શ્રેયસી સિંહે મહિલા ડબલ ટ્રેપ સ્પર્ધાનું ગોલ્ડ મેડલ જીત્યું છે.

    મિથરવાલે 50 મિટર પિસ્ટલ સ્પર્ધાના ફાયનલમાં ભારતને કાંસ્ય પદક અપાવ્યો છે. તેમણે કુલ 201.1 સ્કોર સાથે કાંસ્ય મેળવ્યો હતો. જ્યાં જીતુ રાયે 105નો સ્કોર કરીને પહેલા જ પદકની દોડમાંથી બહાર જતાં રહ્યાં હતાં. મિથરવાલ અને જીતુએ અહીંયા ક્વોલીફીકેશનમાં ક્રમશ પહેલો અને છઠ્ઠું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

    નિશાનેબાજ ઓમ મિથરવાલ


    આ પહેલા ભારતના અનુભવી નિશાનેબાજ જીતુ રાયે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાનારી 21મી રાષ્ટ્રમંડલ રમતોમાં સોમવારે પાંચમાં દિવસે ભારતને આઠમું સુવર્ણ પદક અપાવ્યું હતું. બેલમોંટ શૂટિંગ સેન્ટરમાં આયોજીત પુરુષોની 10 મીટર એર પિસ્ટલ નિશાને બાજી સ્પર્ધાના ફાઇનલમાં જીતુએ સોનાનો પદક જીત્યો જ્યારે ભારતના એક અન્ય નિશાનેબાજ ઓમ મિથારવાલે કાંસ્ય પદક જીત્યો છે.

    મેરી કોમ પણ રમશે હવે ગોલ્ડ માટે
    પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ મહિલા બોક્સિંગની 45-48 કિલોગ્રામ ભારવર્ગ સ્પર્ધાના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેરી કોમએ બુધવારે સેમીફાઇનલના મહત્વના મુકાબલામાં શ્રીલંકાની અનુષા દુલરુક્ષીને 5-0થી હરાવી દીધી છે. મેરીએ આ મુકાબલામાં જોરદાર પ્રદર્શન કર્યું અને મેચને સરળતાથી જીતી. મેરી કોમની આ પહેલી કોમનવેલ્થ ગેમ્સ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Australia, Commonwealth Games, CWG 2018

    આગામી સમાચાર