Home /News /national-international /જસ્ટિસ જોસેફના પ્રમોશન અંગે સુપ્રીમ કોર્ટ કોલેજીયમની આજે મહત્વની બેઠક

જસ્ટિસ જોસેફના પ્રમોશન અંગે સુપ્રીમ કોર્ટ કોલેજીયમની આજે મહત્વની બેઠક

સીનિયર વકીલ ઇન્દુ મલ્હોત્રા સીધા સુપ્રીમ કોર્ટમાં જજ બન્યાં પછી ન્યાયપાલિકા અને કાર્યપાલિકા વચ્ચે ખટરાગ એકવાર ફરીથી સામે આવ્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ કોલેજીયમ તરફથી જસ્ટિસ કે.એમ જોસેફના નામ પર ધ્યાન ન આપતા ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તીના કેન્દ્ર સરકારના એકપક્ષીય નિર્ણયથી નારાજ છે. આ મામલા અંગે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આજે બુધવારે એક મહત્વની મીટિંગ બોલાવી છે. નોંધનીય છે કે જસ્ટિસ જોસેફ અત્યારે ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે.

ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તિ પછી શુક્રવારે સરકારે કોલેજીયમને જસ્ટિસ જોસેફની ફાઇલ ફોટો આપી હતી. જે પછી શનિવાર-રવિવારના વીકેન્ડ અને સોમવારે બુદ્ધિ પુર્ણિમા હોવાને કારણે કોર્ટ બંધ રહેશે. મંગળવારે કોર્ટ ખુલી અને સીજેઆઈએ બુધવારે કોલેજીયમની મીટીંગ નક્કી કરી છે.

જસ્ટિસ જોસેફ અત્યારે ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે.


સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જાન્યુઆરીમાં એવા જજોના નામોની ભલામણ કરી હતી જેમને અપગ્રેડ કરવાના હતાં. જેમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ કે.એમ જોસેફનું નામ સામેલ હતું. પરંતુ કેન્દ્ર સરકારે ઇન્દુ મલ્હોત્રાના નામની પસંદગી કરી. જે પછી જસ્ટિસ કે.એમ જોસેફ સાથે ઘણાં જજોનું નામ પેન્ડિંગ લિસ્ટમાં મુકી દીધા.
First published:

Tags: CJI, Supreme Court