એક વૃદ્ધ મહિલા SDM પાસે વૃદ્ધા પેન્શનની અરજી કરવા પહોંચી. વૃદ્ધ મહિલાએ કહ્યું કે સાહેબ! હું જીવીત છું, ગામના સચિવે મને મૃત જાહેર કરી મારું પેન્શન બંધ કરી દીધું છે. મહેરબાની કરીને મારું પેન્શન વહેલામાં વહેલી તકે આપો જાન્યુઆરી 2022થી વૃદ્ધ મહિલાનું પેન્શન બંધ છે અને તે અધિકારીઓના ચક્કર લગાવીને થાકી ગઈ છે. હવે તેની પાસે ગામડાથી તાલુકા સુધી જવાના પણ પૈસા નથી.
ઉત્તર પ્રદેશના બાંદામાં એક વૃદ્ધ મહિલા SDM પાસે વૃદ્ધા પેન્શનની અરજી કરવા પહોંચી. વૃદ્ધ મહિલાએ કહ્યું કે સાહેબ! હું જીવીત છું, ગામના સચિવે મને મૃત જાહેર કરી મારું પેન્શન બંધ કરી દીધું છે. મહેરબાની કરીને મારું પેન્શન વહેલામાં વહેલી તકે આપો જાન્યુઆરી 2022થી વૃદ્ધ મહિલાનું પેન્શન બંધ છે અને તે અધિકારીઓના ચક્કર લગાવીને થાકી ગઈ છે. હવે તેની પાસે ગામડાથી તાલુકા સુધી જવાના પણ પૈસા નથી.
આ મામલો મહુઆ બ્લોક તહસીલ નરૈની વિસ્તારના સરસ્વ ગામનો છે. અહીં રહેતી એક 72 વર્ષની વૃદ્ધ મહિલા છેલ્લા 10 વર્ષથી વૃદ્ધાને પેન્શન મળી રહ્યું હતું. પરંતુ જાન્યુઆરી 2022માં તેમના ખાતામાં પેન્શન આવ્યું હતું અને તે પછી તે બંધ થઈ ગયું. બેંકમાં જઈને તેમને ખબર પડી કે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટના ઘણા ધક્કા ખાધા, પરંતુ ત્યાં કોઈએ તેમની વાત સાંભળી નહીં. અહીં-તહીં ચક્કર લગાવ્યા પછી તેને ખબર પડી કે ગ્રામ્ય સચિવે તેમને ઓનલાઈન વેરિફિકેશનમાં મૃત જાહેર કર્યા હતા. જેના કારણે તેમનું પેન્શન બંધ થઈ ગયું છે.
જ્યારે વૃદ્ધ મહિલાને ક્યાંયથી કોઈ મદદ ન મળી તો તે તહેસીલ પહોંચી અને ઘટનાની જાણ SDMને કરી. SDMએ તરત જ તપાસના આદેશ આપ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આવા ઘણા મામલા સામે આવ્યા છે. આ મામલે SDM રજત વર્માએ કહ્યું કે વૃદ્ધ મહિલાના આધાર અને બેંક ખાતામાં નામ અલગ છે. તેમની પાસેથી અન્ય દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો આ મામલામાં કોઈ દોષિત જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર