પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધન પર આખો દેશ શોકમાં ગરકાવ છે. દેશ-વિદેશથી લોકો શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સુષમા સ્વરાજની સંસદમાં ભાષણની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં તેઓ આર્ટિકલ 370ને લઈને વિપક્ષના સેક્યુલારિઝમની ટીકા કરી રહ્યા છે. વીડિયો ક્લિપમાં તેઓ પોતાના પ્રભાવી અંદાજમાં કહી રહ્યાં છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટવી જોઈએ.
આ વીડિયોમાં સુષમા સ્વરાજ કહી રહ્યા છે કે અનેક હિંસામાં સામેલ આ પાર્ટીઓ સેક્યુલર છે. હકીકત એ છે કે અમે હિન્દુ હોવા પર ગર્વ કરીએ છીએ, એ માટે અમે સાંપ્રદાયિક છીએ. જ્યાં સુધી આપણે હિન્દુ હોવા પર શરમ નહીં કરીએ ત્યાં સુધી અમે કહેવાતી સેક્યુલર પાર્ટીઓ જેવા નહીં હોઈએ.
સુષમા સ્વરાજ કહે છે કે દેશમાં અનેક એવી પાર્ટી છે જે દેશમાં હિન્દુઓને ગાળ આપીને જ પોતાના કાર્યક્રમની શરૂઆત કરે છે. આ તેમનું સેક્યુલારિઝમ છે.
હકીકતમાં આ વીડિયોને સુષમા સ્વરાજે પોતાના નિધન પહેલા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને કરેલા ટ્વિટ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આ ટ્વિટમાં સુષમાએ લખ્યું હતું કે, "હું આ જ દિવસની રાહ જોતી હતી."
આ જ કારણે સોશિયલ મીડિયા પર લોકો તેના ભાષણનો વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં તેઓ કલમ 370ને લઈને વિપક્ષને આડેહાથ લઈ રહ્યાં છે.
આ વીડિયોને શેર કરતા આદિત્ય રાઠોર લખે છે કે - મા, આમ કેમ ચાલી ગઈ?
આ વીડિયોને શેર કરતા શાંતનૂ તોટડે લખે છે કે તેઓ દેશના ઉત્તમ નેત્રી હતા. આ વીડિયોને શેર કરતા વિક્કી શેટ્ટીએ લખ્યું છે કે રાજનીતિની એક યોદ્ધા નથી રહી. સુષમાના નિધનથી અનેક યૂઝર દુઃખી છે અને પોતાની વાત ટ્વિટર પર લખી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર