Home /News /national-international /Odisha Rape Case: ઓડિસામાં 65 વર્ષીય વૃદ્ધે સગીર પૌત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ, 7 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

Odisha Rape Case: ઓડિસામાં 65 વર્ષીય વૃદ્ધે સગીર પૌત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ, 7 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

ઓડિસામાં વૃદ્ધે સગી પૌત્રી પર બળાત્કાર ગુજાર્યો છે - ઇન્સેટમાં આરોપીની તસવીર

Odisha Rape Case: ઓડિસાની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં કેન્દ્રાપદાના અલી વિસ્તારમાં દાદાએ પૌત્રીને ગર્ભવતી બનાવી દીધી છે. 16 વર્ષીય પૌત્રી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને હાલ તેને સાત મહિનાનો ગર્ભ છે.

    ઓડિસાઃ કેન્દ્રપદા જિલ્લાના અલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોબિંદપુર પંચાયતની એક 16 વર્ષીય અનાથ સગીરા પર 65 વર્ષીય વૃદ્ધે વારંવાર બળાત્કાર કર્યો છે. ત્યારે વૃદ્ધે તેને આ મામલે કોઈને ન કહેવાની ધમકી આપી હતી. પરંતુ જ્યારે આ ઘટના સામે આવી હતી.

    ડોક્ટરે તપાસ કરતા ભાંડો ફૂટ્યો

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પરિવારે સગીરાના શરીરમાં થયેલા ફેરફાર જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેટલું જ નહીં, તેનું પેટ ફૂલી ગયું હતું. જ્યારે પરિવારે તેને આ મામલે પૂછ્યું ત્યારે સગીરાએ સમગ્ર હકીકત વર્ણવી હતી. ત્યારબાદ ડોક્ટરની સલાહ પ્રમાણે અલ્ટ્રાસાઉન્ડ ચેક અપ કર્યા પછી તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વધુ તપાસમાં તેને 7 મહિનાનો ગર્ભ હતો તેવું જાણવા મળ્યું હતું. હાલ આ મામલે અલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી પોક્સોની કલમ દાખલ કરી છે. આ ઉપરાંત પોલીસે કહ્યુ છે કે, જલદી આરોપીની ધરપકડ કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

    અમદાવાદમાં પોલીસ કર્મીએ સગીરા પર બળાત્કાર કર્યો હતો

    ફેબ્રુઆરીમાં અમદાવાદ શહેરમાં પણ એક આવી ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં પોલીસ કર્મીએ તેની સગી દીકરી પર દુષ્કર્મ ગુજારી તેને હવસનો શિકાર બનાવી હતી. આરોપી પોલીસ કોન્સ્ટેબલ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ત્યારે સગીરાની માતાને દુષ્કર્મની જાણ થતા જ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મામલે ફરિયાદ નોંધી માત્ર નામ પૂરતી જ કાર્યવાહી કરી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Odisha, ગુનો, પોલીસ

    विज्ञापन
    विज्ञापन