મધ્ય પ્રદેશમાં મોબ લિન્ચિંગ, મોર ચોરીના આરોપમાં વૃદ્ધની હત્યા

કથિત ચાર ચોરમાંથી એક વૃદ્ધ ભીડના હાથમાં આવી જતાં મારઝૂડથી થયું મોત

News18 Gujarati
Updated: July 20, 2019, 10:26 AM IST
મધ્ય પ્રદેશમાં મોબ લિન્ચિંગ, મોર ચોરીના આરોપમાં વૃદ્ધની હત્યા
કથિત ચાર ચોરમાંથી એક વૃદ્ધ ભીડના હાથમાં આવી જતાં મારઝૂડથી થયું મોત
News18 Gujarati
Updated: July 20, 2019, 10:26 AM IST
મધ્ય પ્રદેશના નીમચમાં મોર ચોરીના આરોપમાં એક વૃદ્ધની ભીડે ઢોર માર મારીને હત્યા કરી દીધી. મળતી માહિતી મુજબ, ભીડે ચોરીના આરોપમાં બે લોકો સાથે મારઝૂડ કરી. જેમાંથી એક વૃદ્ધ વ્યક્તિનું મોત થઈ ગયું, જ્યારે અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે.

આ મામલામાં પોલીસે 10 લોકો સામે હત્યાનો મામલો નોંધી ધરપકડ કરી લીધી છે. ઘટના કુકડેશ્વર પોલીસ સ્ટેશનના લસૂડિયા આતરી ગામની છે. અહેવાલ મુજબ, રાત્રે ગામ લોકોએ ચાર મોર ચોરોને પકડી લીધા. જેમાંથી 3 ચોર ફરાર થઈ ગયા. એક કથિત ચોર ગામ લોકોના હાથમાં આવી ગયો. તેને ગામ લોકોએ ખૂબ માર્યો. તેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘાયલના પાસેના કોથળામાંથી ચાર મરેલા મોર મળી આવ્યા છે.


પોલીસસના ડાયલ 100એ ઘાયલને હોસ્પિટલ પહોંચાડ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો, બિહારમાં મોબ લિન્ચિંગ : છપરામાં પશુ ચોરીની આશંકામાં ત્રણની હત્યા
First published: July 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...