ડ્રાઇવરે એક વૃદ્ધ સાઇકલ સવારને પોતાની કારમાંથી લગભગ આઠ કિમી સુધી ઢસેડ્યાં હતાં, જેના કારણે વૃદ્ધનું મોત થયું. મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે કોટવા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ડ્રાઈવરે પહેલા સાઈકલ સવારને ટક્કર મારી અને ટક્કર બાદ આ વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટમાં ફસાઈ ગયા.
પૂર્વી. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં દિલ્હીના કાંઝાવાલાની ઘટના જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ડ્રાઇવરે એક વૃદ્ધ સાઇકલ સવારને પોતાની કારમાંથી લગભગ આઠ કિમી સુધી ઢસેડ્યાં હતાં, જેના કારણે વૃદ્ધનું મોત થયું. મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે કોટવા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
ડ્રાઈવરે પહેલા સાઈકલ સવારને ટક્કર મારી અને ટક્કર બાદ આ વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટમાં ફસાઈ ગયા. કાર ચાલકે ગાડીને રોકી નહીં અને તેમને આઠ કિલોમીટર દૂર ઢસેડ્યાં. જે બાદ કારના ચાલકે અચાનક બ્રેક મારીને વૃધ્ધને બોનેટ પરથી નીચે પાડી દીધા અને ત્યારબાદ તેમને કચડી નાંખી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટના બાદ આરોપી ડ્રાઈવર વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
તે જ સમયે, મૃત વૃદ્ધની ઓળખ કોટવા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંગરા ગામના રહેવાસી 70 વર્ષીય શંકર ચૌધુર તરીકે થઈ છે. જોકે પોલીસે પિપરાકોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર કબજે કરી હતી, પરંતુ કારનો ચાલક અને અન્ય બે વ્યક્તિ ફરાર છે.
વૃદ્ધને કચેડ્યા, ઘટનાસ્થળે મોત
કહેવાય છે કે સાઇકલ સવાર શંકર ચૌધુર બાંગરા ચોક પાસે NH 27 ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે ગોપાલગંજ તરફથી આવી રહેલી એક ઝડપી કારે શંકર ચૌધુરની સાઇકલને ટક્કર મારી હતી. ટક્કર વાગવાથી શંકર ચૌધુર કારના બોનેટ પર આવી ગયા હતા. તેઓ બૂમો પાડતો રહ્યા અને કાર રોકવા માટે આજીજી કરતા રહ્યા. આ જોઈને રોડ કિનારે ઉભેલા લોકોએ પણ જોર જોરથી કાર રોકવા માટે બૂમો પાડી હતી.
લોકોએ પીછો કર્યો
કેટલાક લોકોએ કારનો પીછો કર્યો હતો, પરંતુ કાર ચાલકે તે જ સ્પીડમાં કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. પાછળ આવતા લોકોને જોઈને કોટવાના કદમ ચોક પાસે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી અને શંકર ચૌધુર આગળની તરફ પડી ગયા. ત્યારબાદ કાર ચાલક વૃધ્ધાને કચડીને ફરાર થઈ ગયો. આ દરમિયાન તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર