વહુઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી, ભીખ માંગી લખપતી બની ગઇ મહિલા
વહુઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી, ભીખ માંગી લખપતી બની ગઇ મહિલા
વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, એમાંથી બચત કરીને પૈસા ભેગા કરતી હતી. પોલીસે તમામ રકમ મહિલાને તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા
વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, એમાંથી બચત કરીને પૈસા ભેગા કરતી હતી. પોલીસે તમામ રકમ મહિલાને તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા
આંધ્રપ્રદેશમાં એક રોચક વાત સામે આવી છે, પ્રદેશના નાલગૌડાના મિરયલગુડા વિસ્તારમાં એક ભિખારી મહિલા પાસેથી લાખો રુપિયાની રકમ મળી આવી છે, સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતાં પોલીસકર્મીઓ પણ ચોંગી ગયા હતા. વૃદ્ધ મહિલાએ પોલીસને જણાવ્યું કે પરિવારજનોએ તેણીને હાંકી કાઢી હતી, ત્યારબાદ તેણીએ ભીખ માગવાનું શરૂ કર્યું હતું.
પોલીસે ભિખારીઓની તપાસ કરી રહી હતી ત્યારે વૃદ્ધ મહિલા પાસેથી લાખો રુપિયાની રકમ મળી આવી. વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, એમાંથી બચત કરીને પૈસા ભેગા કરતી હતી. પોલીસે તમામ રકમ મહિલાને તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
પોલીસે તમામ રકમ મહિલાને તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી
જાણકારી પ્રમાણે પેમ્મા નામની આ વૃદ્ધ મહિલાના બે પુત્ર છે, પતિનું મૃત્યુ થયા બાદ મહિલા પુત્રના ભરોસે હતી, મહિલાના નામે જમીન હતી, જે વેચ્યા બાદ લાખો રૂપિયાની આવક થઇ હતી, જેમાંથી મહિલાએ એક લાખ રૂપિયા પોતાની પાસે રાખી લીધા અને બાકીની રકમ પુત્રને આપી દીધા. જો કે મહિલાના બે પુત્રમાંથી એકનું મૃત્યું થઇ ગયું અને બીજો પુત્ર ભાગી ગયો, ત્યારબાદ પુત્રોની પત્નીએ પેમ્મા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. જેનાથી કંટાળી તેણીએ ઘર છોડી દીધું.
પેમ્મા છેલ્લા સાત વર્ષથી ભીખ માગી ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન પોલીસે ભિખારીઓના ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પેમ્માની પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને પેમ્મા પાસેથી રૂપિયા ભરેલો થેલો મળી આવ્યો. જેમાં અંદાજે અઢી લાખ રૂપિયા હતા. એટલું જ નહીં થોડા ઘરેણા પણ મળી આવ્યા હતા.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર