Home /News /national-international /VIDEO: રામલીલામાં લંકાદહન થઈ રહ્યુ હતું, હનુમાનની ભૂમિકા નિભાવી રહેલા કલાકારનું અચાનક થયું મોત

VIDEO: રામલીલામાં લંકાદહન થઈ રહ્યુ હતું, હનુમાનની ભૂમિકા નિભાવી રહેલા કલાકારનું અચાનક થયું મોત

રામલીલામાં હનુમાનનું પાત્ર નિભાવતા કલાકારનું લાઈવ મોત

સલેમપુરમાં નવરાત્રિના અવસરે દેવી જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. શનિવારની રાતે પંડાલમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના જ 50 વર્ષિય રામસ્વરુપ મહાબલી હનુમાનનું પાત્ર નિભાવી રહ્યા હતા.

    ફતેહપુર: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મહાબલી હનુમાનનું પાત્ર નિભાવી રહેલા આ કલાકરનું મંચન દરમિયાન મોત થઈ ગયું હતું. ઘટના ધાતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સલેમપુર ગામની છે. દુર્ગા પંડાલમાં જાગરણ દરમિયાન ત્યારે હડકંપ મચી ગયો જ્યારે લંકા દહનમાં મંચન દરમિયાન કલાકાર રામસ્વરૂપ નાચતે નાચતે અચાનક મંચ પરથી નીચે પડ્યા અને તેમનું મોત થઈ ગયું હતું. કહેવાય છે કે આ વૃદ્ધ કલાકારનું મોત હાર્ટ અટેકથી થયું છે. ઘટના બાદ પંડાલમાં સન્નાટો છવાઈ ગયો હતો.અહીં નાટક જોઈ રહેલી તેની પત્ની ચિસો પાડીને રડી રહી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલાની તપાસ શરુ કરી દીધી છે.

    આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: લખનઉમાં મોટી દુર્ઘટના, ધાર્મિક કાર્યક્રમમાં જતાં લોકોનું ટ્રેક્ટર તળાવમાં પલ્ટી ગયું

    સલેમપુરમાં નવરાત્રિના અવસરે દેવી જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. શનિવારની રાતે પંડાલમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના જ 50 વર્ષિય રામસ્વરુપ મહાબલી હનુમાનનું પાત્ર નિભાવી રહ્યા હતા. પ્રસ્તુતી દરમિયાન જ્યારે લંકામાં આગ લગાવવા માટે પૂંછડા પર આગ લગાવી, જે બાદ તેમનું હાર્ટ અટેકથી મોત થઈ ગયું હતું. તેઓ મંચ પર ઢળી પડ્યા હતા. લોકો જ્યાં સુધીમાં તેમને હોસ્પિટલે લઈ જાય ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ચુક્યું હતું.



    આ પ્રસ્તુતી જોઈ રહેલી તેની પત્ની અનુસુઈયા અને સેંકડો લોકોએ આ મોત લાઈવ જોયું. સરપંચ ગુલાબે જણાવ્યું કે, રામસ્વરુપ ફેરી લગાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમની પત્ની અને માસૂમ દિકરી પંડાલમાં જ બેઠા હતા.


    પરિવારના લોકોએ પોલીસને સૂચના આપ્યા વિના રવિવારે લાશના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. તો વળી કલાકારના મોતનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ ગામમાં પહોચી અને આ ઘટનાની પુછપરછ કરી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video, Uttar Pardesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन