Home /News /national-international /OLAની મુશ્કેલીઓમાં ફરી વધારો, છ દિવસ પહેલા ખરીદેલા E Scooterના થયા બે ટૂકડા

OLAની મુશ્કેલીઓમાં ફરી વધારો, છ દિવસ પહેલા ખરીદેલા E Scooterના થયા બે ટૂકડા

OLAની મુશ્કેલીઓમાં ફરી વધારો (ફોટો: સંજીવ જૈનની ફેસબુક પોસ્ટ પરથી)

OLA Electric: ઓલા એસ 1 પ્રોના એક ગ્રાહકે ફેસબુકમાં છ દિવસ પહેલા ખરીદેલા સ્કુટરનો ફોટા પોસ્ટ કર્યા છે. ફોટો પોસ્ટ કરી તેમણે જણાવ્યું તે અચાનક તેમના સ્કુટરનું આગળનું ટાયર નિકળી ગયું હતું. જો કે આ મામલે ઓલા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

વધુ જુઓ ...
દિલ્હી: ઓલા ઈલેક્ટ્રીકની મુશ્કેલીઓ ખતમ જ નથી થતી. પહેલા ઓલાના ઈ સ્કુટરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. છ દિવસ પહેલા એક વ્યક્તિએ ખરીદેલા ઓલાનું સ્કુટરના બે ભાગ થઈ ગયા હતા. સંજીવ જૈન નામના વ્યક્તિએ ફેસબુકમાં પાસ્ટ કરી આ ઘટનાની જાણકારી આપી છે. સંજીવ જૈને પાસ્ટ કરી જણાવ્યું કે, તેમણે આ સ્કુટર છ દિવસ પહેલા જ ખરીદ્યું હતુ. હવે તેનું સસ્પેંશન તૂટી ગયું છે. સસ્પેંશન તૂટવાથી સ્કુટરનું આગળનું ટાયર નીકળીને અલગ થઈ ગયું હતુ.

આ પણ વાંચો: પેટ્રોલિયમ કંપનીઓને આનંદો! સરકારે 22 હજાર કરોડ રૂપિયાની મદદને આપી લીલી ઝંડી

પોસ્ટ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ


Ola S1 Proના તૂટેલા ટાયરનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. સંજીવ જૈને S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટર નામના ફેસબુક પેજ પર આ ફોટો પોસ્ટ કર્યો હતો, જેના પછી લોકોએ તેને ઝડપથી શેર કરવાનું શરૂ કર્યું છે. સંજીવે જણાવ્યું કે, 'તે પોતાનું નવું સ્કૂટર કોલોનીમાં જ ચલાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક ઝટકા સાથે સસ્પેન્શન તૂટી ગયું અને સ્કૂટરનું આગળનું ટાયર અલગ થઈ ગયું હતું.' ઉલ્લેખનીય છે કે Ola S1 Proની ઓન-રોડ કિંમત લગભગ 1.39 લાખ રૂપિયા છે.

ઓલા સ્કુટરમાં આગ લાગવાની ઘટનાઓ પણ યથાવત


ઉલ્લેખનીય છે કે, ઓલા સ્કુટરમાં આવું પહેલીવાર નથી કે ઓલા વિરૂદ્ધ ફરિયાદ આવી હોય. આ પહેલા પણ ઓલાના સ્કુટરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જ્યારે ચાર્જીંગમાં લગાવેલ સ્કુટરમાં અચાનક આગ લાગી જતી હોય છે. ઓલાએ સપ્ટેમ્બરમાં રેકોર્ડ બ્રેક વેચાણ કરી સૌથી વધારે ઇલેક્ટ્રીક સ્કુટરનું વેચાઁ કર્યું હતુ. આ વાતની જાણકારી ઓલા ઈલેક્ટ્રીકના સીઈઓ ભાવિશ અગ્રવાલે આપી હતી. સાથે જ તેમણે દિવાળી પહેલા ઓલાની એક નવા મોડલના લોંચની વાત કરી હતી. જેને કંપની સસ્તા દરે લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
First published:

Tags: Ola Scooter, Ola ઓલા, Viral Post

विज्ञापन