Home /News /national-international /ઓલાના આ ઓટો ડ્રાઈવરે જીતી લીધું બધાનું દિલ, સોશિયલ મીડિયામાં બની ગયો છે સુપર સ્ટાર

ઓલાના આ ઓટો ડ્રાઈવરે જીતી લીધું બધાનું દિલ, સોશિયલ મીડિયામાં બની ગયો છે સુપર સ્ટાર

ઓટો ડ્રાઇવર

સાહૂએ ટ્વીટર પર જગન્નાથના વખાણ કરતા ટ્વીટ કરી હતી. સાહૂએ પોતાના ટ્વીટમાં OLAને ટેગ કરતા કહ્યું કે, 'હું મારી રાઈડ બાદ મારૂ વોલેટ અને મારો ફોન રિક્ષામાં જ ભૂલી ગયો હતો.

    સોશિયલ મીડિયા (Social media) પર ઓડિશાનો એક ઓટો ડ્રાઈવર (Auto Driver) ખૂબ જ નામના મેળવી રહ્યો છે. સોશિયલ મીડિયા સ્ટાર બનીને ઉભરેલા આ ઓલો ઓટો ડ્રાઈવરની (Ola Auto Driver) ઈમાનદારી (Honesty) બદલ ચોતરફ તેની વાહવાહી થઈ રહી છે.

    શું છે સમગ્ર મામલો?

    ભુવનેશ્વરના ઓટો ડ્રાઈવરે મુસાફરે ભૂલી ગયેલા મહત્વના સામાનને પરત કર્યો છે. જગન્નાથ પાત્રા (Jagannatha Patra) નામના ઓલા ઓટો (OLA Auto) ડ્રાઈવરની આ ઈમાનદારી સુશાંત સાહૂ (Susanta Sahoo)એ સોશિયલ મીડિયામાં ટ્વીટરના માધ્યમથી શેર કરી છે.

    સુશાંત સાહૂ, જગન્નાથની ઓટો રિક્ષામાં પોતાનો સામાન ભૂલી ગયો હતો. સાહૂએ ટ્વીટર પર જગન્નાથના વખાણ કરતા ટ્વીટ કરી હતી. સાહૂએ પોતાના ટ્વીટમાં OLAને ટેગ કરતા કહ્યું કે, 'હું મારી રાઈડ બાદ મારૂ વોલેટ અને મારો ફોન રિક્ષામાં જ ભૂલી ગયો હતો, પરંતુ, એક શાનદાર વ્યકતિત્વ ધરાવતા તમારા ઓલા ઓટોના આ ડ્રાઈવરે મારો સંપર્ક કરીને મને મારી આ કિંમતી ચીજવસ્તુઓ પરત કરી છે.'



    જોકે, મહત્વની વાત એ છે કે, સાહૂએ જગન્નાથને ધન્યવાદની સાથે તેની ઈમાનદારીને બિરદાવવા રોકડ રકમ પણ ઓફર કરી હતી. પરંતુ જગન્નાથે ઈમાનદારીનું ઈનામ લેવાની ના પાડી હતી.



    સોશિયલ મીડિયામાં જગન્નાથની ઈમાનદારી જ નહીં તેની ઈનામ ન લેવાની પ્રામાણિકતાએ પણ લોકોના દિલ જીતી લીધા છે. જગન્નાથના આ શાનદાર કામને ઓલા કંપનીએ પણ બિરદાવી છે.



    રસપ્રદ વાત એ છે કે, સાહૂએ જગન્નાથને આર્થિક મદદ કરવા માટે UPI આઈડી(UPI ID) પણ શેર કર્યો હતો. જેથી લોકો તેની ઈમાનદારીને બિરદાવી શકે. જગન્નાથે પણ સાહૂને અનેક માધ્યમોથી કરેલ આર્થિક મદદ બદલ આભાર વ્યકત કર્યો છે.



    સામે પક્ષે ઓલા કંપનીએ સાહૂ પાસે જગન્નાથ સાથે કરેલ ઓટો મુસાફરીની બુકિંગ આઈડી શેર કરવા જણાવ્યું છે, જેથી તેઓ પણ જગન્નાથને બિરદાવી શકે અને અપ્રિશિએશન આપી શકે.



    અમુક યુઝર્સે જગન્નાથે કરેલા કામની સામે વધુમાં વધુ વળતર આપીને અન્ય લોકો માટે દાખલો બેસાડવાની પણ માંગ કરી છે.



    એક યુઝર્સે તેને ઈમાનદારીનો હીરો(Hero of Honesty) તરીકે પણ બિરદાવ્યો છે.
    First published:

    Tags: Auto Driver, Good story, Ola, OMG, ભારત