નવો ખુલાસો : ભેંસોના શિંગડાની માલિશ માટે ખર્ચ કર્યા 16 લાખ રૂપિયા

News18 Gujarati
Updated: July 28, 2019, 1:51 PM IST
નવો ખુલાસો : ભેંસોના શિંગડાની માલિશ માટે ખર્ચ કર્યા 16 લાખ રૂપિયા
લાલુપ્રસાદ યાદવ (ફાઈલ ફોટો)

લાલુપ્રસાદના શાસનકાળમાં 49,950 લીટર સરસિયાનું તેલ ખરીદાયું, નકલી બિલ રજૂ કરાયા

  • Share this:
ઘાસચારા કૌભાંડ ફરી એક વાર ચર્ચામાં આવી ગયો છે. આ વખતે મામલો માલિશનો છે. તે પણ ભેંસોના શિંગડાની માલિશ. ચોંકતા નહીં કારણ કે હજુ એ જણાવવાનું બાકી છે કે તેમાં કૌભાંડ શું થયું. બિહાર સરકારે હાલમાં જ ખુલાસો કર્યો છે કે માત્ર ભેંસોના શિંગડાની માલિશ કરવા માટે 16 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. આ માલિશ માટે પાંચ વર્ષોમાં (વર્ષ 1990-91થી 1995-96) કુલ મળીને 16 લાખ રૂપિયાનું સરસિયાનું તેલ ખરીદવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મામલામાં લાલુ પ્રસાદ યાદવ જેલમાં છે.

બિહાર સરકારે આ ખુલાસો વિધાનસભામાં બિહાર ઇન્વેસ્ટમેન્ટ એક્સેસ એક્સપેન્ડીચર બિલ 2019ને રજૂ કરતી વખતે કર્યો. 1977-78થી લઈને 2015-16 દરમિયાન કરવામાં આવેલા વધારાના ખર્ચને રેગ્યુલરાઇઝ કરાવવા માટે આ બિલ ચોમાસું સત્રમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું.

49,950 લીટર સરસિયાનું તેલ ખરીદાયું

આંકડાઓ જોઈએ તો જાણવા મળશે કે 1990-91થી 1995-96 સુધી કુલ મળી 16 લાખ રૂપિયામાં 49,950 લીટર સરસિયાનું તેલ ખરીદવામાં આવ્યું હતું. હોટવાર દૂધ આપૂર્તિ તથા ડેરી ફાર્મના મહાપ્રબંધક ડો. જેનુઅલ ભેંગરાજે સિનિયર અધિકારીઓ તથા ઉચ્ચ નેતાઓ સાથે મળીને તેલના નકલી બિલ તૈયાર કર્યા.

આ પણ વાંચો, સાક્ષી મિશ્રાની જેમ આ યુવતીએ કર્યા પ્રેમલગ્ન, વીડિયોમાં કરી આ અપીલ

ઘાસચારા કૌભાંડથી સંબંધિત આ નવો ખુલાસો બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ બુધવારે વિધાનસભામાં બિલ રજૂ કરતા કહી. તેઓએ કહ્યું કે સરકાર દ્વારા વધારાના ખર્ચ કે આવશ્યક્તાના બજેટના માધ્યમથતી લેવામાં આવે છે પરંતુ લાલુપ્રસાદ યાદવની આગેવાનીવાળી તત્કાલીન સરકારે તેનું પાલન ન કર્યુ અને નકલી બિલોના માધ્યમથી જનતાના ધનને લૂંટવા માટે બજેટમાં ફાળવણીથી વધુ ખર્ચ કરવામાં આવ્યો.જોકે, પશુપાલન વિભાગ દ્વારા ખર્ચ કરવામાં આવેલા 658 કરોડ રૂપિયાની રકમ પર વિચાર નહીં કરીછ શકાય કારણ કે ઘાસચારા કૌભાંડના આ મામલે રાંચી અને પટનામાં સીબીઆઈ કોર્ટની પાસે કેસ પેન્ડિંગ છે.

આ પણ વાંચો, 80 લોકોની હત્યા કરનાર કેવી રીતે બની ગયો તિબ્બતનો બુદ્ધ?

પશુપાલન વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે 1990 બાદ બજેટ ફાળવણીમાં વૃદ્ધિના માધ્યમથી સંગઠિત લૂંટને અંજામ આપવામાં આવ્યો અને નકલી બિલોના માધ્યમથી અનેકગણો ખર્ચ કરવામાં આવ્યો.

બળદોને લઈ જવા માટે કારનો ઉપયોગ

ઘાસચારા કૌભાંડ પર તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ફાઇલોમાં રાંચીથી ઘઘાઘરા સુધી સ્કૂટરની સવારી કરાવવામાં આવી હતી. બીજી તરફ, કેગના રિપોર્ટ મુજબ, રાંચીથી ઝીંકપાની સુધી ચાર બળદ લઈ જવા માટે એક કારણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(અશોક મિશ્ર)
First published: July 28, 2019
વધુ વાંચો
अगली ख़बर