Home /News /national-international /

13,500 ટન પેટ્રોલ સાથે અપહરણ કરાયેલા જહાજને છોડાવાયું, 22 ભારતીય સુરક્ષિત

13,500 ટન પેટ્રોલ સાથે અપહરણ કરાયેલા જહાજને છોડાવાયું, 22 ભારતીય સુરક્ષિત

આ જહાજમાં 13,500 ટન પેટ્રોલ હતું, જેની કિંમત 8.1 મિલિયન ડોલર બતાવવામાં આવી રહી છે.

મંગળવારે સિંગાપુરમાંથી સમુદ્રી ચાંચિયાઓ પાસેથી જહાજને છોડાવવામાં આવ્યું હતું.

પશ્ચિમ આફ્રિકાના કિનારેથી અપહરણ કરવામાં આવેલા ક્રૂડના ટેન્કરને છોડવી લેવામાં આવ્યું છે. પનામાથી રજિસ્ટર આ જહાજમાં 22 ભારતીય તરવૈયાઓ સવાર હતા. આ તમામ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

એમટી મીરન એક્સપ્રેસ નામનું આ ટેન્કર શિપ ગુરુવારે પહેલી ફે્બ્રુઆરીના રોજ ગુમ થઈ ગયું હતું. આ જહાજમાં 13,500 ટન પેટ્રોલ હતું, જેની કિંમત 8.1 મિલિયન ડોલર બતાવવામાં આવી રહી છે. એવામાં તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જહાજના માલિકે તેને શોધવા માટે મુંબઈમાં શિપિંગ ડિરેક્ટર જનરલની મદદ માંગી હતી. આ ઉપરાંત નાઇઝિરિયા અને બેનિન સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ જહાજ એંગ્લો ઇસ્ટર્ન શિપિંગ કંપનીનું છે. પહેલી ફેબ્રુઆરીના રોજ બેનિન કિનારેથી તેનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

મંગળવારે સિંગાપુરમાંથી સમુદ્રી ચાંચિયાઓ પાસેથી જહાજને છોડાવવામાં આવ્યું હતું. જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ તેમજ 13,500 ટન પેટ્રોલ સુરક્ષિત છે. જહાજની માહિતી મળ્યા બાદ એંગ્લો ઇન્ટર્ન શિપિંગ કંપનીએ સર્ચ ઓપરેશન ટીમનો આભાર માન્યો હતો.

કંપનીના ક્રૂ મેમ્બર્સે પરિવારના લોકોનો પણ આભાર માન્યો હતો, જેમણે આ મુશ્કેલ સમયમાં પણ સહનશીલતા બતાવી હતી.
First published:

Tags: Hijack, Oil tanker

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन