જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 પાસે થયું ફાયરિંગ, બે શંકાસ્પદ ફરાર

News18 Gujarati
Updated: February 3, 2020, 2:13 AM IST
જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 પાસે થયું ફાયરિંગ, બે શંકાસ્પદ ફરાર
ફાઈલ તસવીર

આ પહેલા જામિયાની બહાર એક યુવકે ગોળી ચલાવવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હીના (Delhi) જામિયા વિસ્તારમાં એકવાર ફરીથી ફાયરિંગની ઘટના બની છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, રવિવારે મોડી રાત્રે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના (Jamia Millia Islamia University) ગેટ નંબર-5 પાસે ફાયરિંગ થયું છે. સ્કૂટી ઉપર સવાર બે શંકાસ્પદોએ ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) પ્રમાણે જામિયા કોર્ડિનેશન કમિટી તરફથી કહેવામાં આવ્યું છે કે, બે અજ્ઞાત લોકોએ જામિયા મિલિયા ઈસ્લામિયાના ગેટ નંબર-5 પાસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.

ફાયરિંગની ઘટના પછી જામિયા મિલ્લિયા ઇસ્લામિયાની બહાર પ્રદર્શન શરુ થયું છે. ફાયરિંગની જાણકારી મળતા જામિયા મિલ્લિયા ઈસ્લામિયાની બહાર લોકો એકઠાં થયા હતા. અને પ્રદર્શન કરી રહ્યા હતા. બીજી તરફ જામિયાના વિદ્યાર્થીઓ જામિયા નગર પોલી સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી છે.બીજી તરફી ડીસીપીએ જણાવ્યું કે ઘટના સ્થળ ઉપર એસએચઓ હાજર છે.


શાહીન બાગ અને જામિયામાં થયું હતું ફાયરિંગ
ઉલ્લેખનિય છે કે સાઉથ ઈસ્ટ દિલ્હીમાં આવેલા જામિયા અને શાહીન બાદમાં તાજેતરમાં જ ગોળીકાંડ થયો હતો. શાહીન બાગમાં શનિવારે 25 વર્ષીય એક યુવકે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન્હોતી. આ પહેલા જામિયાની બહાર એક યુવકે ગોળી ચલાવવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.
First published: February 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading