મુઝફ્ફરનગર: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં (Muzaffar Nagar News) બે ખાનગી શાળાના મેનેજરો પર 17 છોકરીઓનું યૌન શોષણ કરવાનો અને કથિત રીતે ડ્રગ્સ આપીને બળાત્કાર કરવાનો પ્રયાસ (Rape Attempt) કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં બંને લોકો સામે ગુનો નોંધ્યો છે. આ સાથે આ મામલે બેદરકારી દાખવવા બદલ એક પોલીસ અધિકારીનું નામ પણ સંડોવાયુ છે.
સ્થાનિક ધારાસભ્યની દખલગીરી બાદ કેસ નોંધાયો
મુઝફ્ફરનગર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અભિષેક યાદવે સોમવારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને સ્થાનિક ધારાસભ્ય પ્રમોદ ઉત્વાલની દરમિયાનગીરી બાદ પરિવારની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પુરકાજી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમાર સિંહને આ મામલે કથિત બેદરકારી બદલ લાઈનમાં મૂકવામાં આવ્યા હતા. તે જ સમયે, ભોપા પોલીસ સ્ટેશનમાં સ્થિત સૂર્ય દેવ પબ્લિક સ્કૂલના સંચાલક યોગેશ કુમાર ચૌહાણ અને પુરકાજી વિસ્તારની જીજીએસ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક અર્જુન સિંહ વિરુદ્ધ જાતીય સતામણી, POCSO એક્ટ, માદક દ્રવ્યોની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મેનેજર છોકરીઓને પ્રેક્ટિકલ કરાવવા માટે બીજી સ્કૂલમાં લઈ ગયા હતા
યાદવે કહ્યું કે, આ કથિત ઘટના ત્યારે બની જ્યારે યોગેશ સૂર્ય દેવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી 17 છોકરીઓને પ્રેક્ટિકલ પરીક્ષા માટે GGS સ્કૂલમાં લઈ ગયો હતો અને તેમને ત્યાં રાત રોકાવવાનું હતુ. પીડિતાના સંબંધીઓની ફરિયાદ મુજબ, બંને આરોપીઓએ સગીર છોકરીઓનું યૌન શોષણ કર્યું અને કથિત રીતે તેમને નશીલા પદાર્થો આપીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો.
વિદ્યાર્થિનીઓને ધમકી આપવામાં આવી હતી
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) યાદવે એ પણ જણાવ્યું કે, પરિવારના સભ્યોએ ફરિયાદ કરી છે કે, આરોપીઓએ છોકરીઓને ધમકી આપી હતી કે, તેઓ આ ઘટના વિશે કોઈને ન કહે. પરિવારના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યા તો તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં, ત્યારબાદ તેમણે ધારાસભ્યનો સંપર્ક કર્યો.
એસએસપીએ જણાવ્યું હતું કે, સ્કૂલ મેનેજમેન્ટના બે વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતા 328 (ગુના કરવાના ઇરાદાથી ઝેર વગેરેથી નુકસાન પહોંચાડવું), 354 (સ્ત્રીનાં ગૌરવને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી હુમલો અથવા ફોજદારી બળ કરવો) અને પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર