નવી દિલ્હી: ભારતમાં સતત નેશનલ હાઈવે બની રહ્યા છે, આ હાઈવે પર સતત દુર્ઘટનાઓ થઈ રહી હોવાને કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના મંત્રાલય હેઠળ કામ કરતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ ઘટનાઓની ગંભીરતાથી નોંધ લીધી છે. NHAIએ જણાવ્યું છે કે, ખરાબ રોડ રસ્તાઓને કારણે થતી ગંભીર દુર્ઘટનાઓ માટે અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે.
અધિકારીઓના બેજવાબદારીભર્યા વલણની ગંભીરતાથી નોંધ
NHAIએ સર્ક્યુલર સમજૂતી હેઠળ પ્રમાણપત્ર જાહેર કરવાની પ્રક્રિયામાં શામેલ થયેલ NHAIના અધિકારીઓના બેજવાબદારીભર્યા વલણની ગંભીરતાથી નોંધ લીધી છે. આ કારણોસર નીતિ નિયમોનું પાલન ન કરનાર અને ગ્રાહકોની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે.
NHAIએ આદેશ આપ્યો છે કે, પ્રોવિઝનલ સર્ટીફિકેટ જાહેર કરતા પહેલા પ્રોજેક્ટ હાઈવે પર તમામ સુરક્ષા કાર્યોને તમામ પ્રકારે પૂર્ણ કરવા જરૂરી છે.
કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં રોડ દુર્ઘટનાઓ માટે પરિયોજના રિપોર્ટ યોગ્ય પ્રકારે તૈયાર કરવામાં આવ્યો નહોતો. તેમણે જણાવ્યું હતું કે, રાજમાર્ગ તથા અન્ય રોડના નિર્માણ માટે વિસ્તૃત પરિયોજના રિપોર્ટ તૈયાર કરવા માટે કંપનીઓને યોગ્ય તાલીમ આપવાની જરૂરિયાત છે. NHAIએ જણાવ્યું છે કે, રોડ દુર્ઘટના માટે જે તે અધિકારી જવાબદાર ગણવામાં આવશે. સુરક્ષા માટે મહત્વપૂર્ણ કાર્ય જેમ કે, રોડ માર્કિંગ, સાઈનજ અને ક્રેશ બેરિયર યાદીમાં શામેલ હોવા છતાં પણ પ્રોવિઝનલ પૂર્ણતા સર્ટીફિકેટ આપવામાં આવતું હતું. સર્ક્યુલરમાં ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી નહોતી. રોડ નિર્માણમાં જે કામ પેન્ડિંગ હોય છે, તે કામ પંચ યાદીમાં શામેલ કરવામાં આવે છે.
પ્રોવિઝનલ સર્ટીફિકેટ આપવામાં આવે
રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે આદેશ આપ્યો છે કે, રોડ સુરક્ષા સાથે તમામ કામ પૂર્ણ થયા બાદ જ પ્રોવિઝનલ સર્ટીફિકેટ આપવામાં આવે. NHAI સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ક્ષેત્રી અધિકાર, પ્રોજેક્ટ અધિકારી, સ્વતંત્ર એન્જિનિયર ખરાબ રોડ રસ્તાના નિર્માણ અને ગંભીર રોડ દુર્ઘટના માટે જવાબદાર ગણવામાં આવશે. ’
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આંકડા અનુસાર વર્ષ 2021માં રોડ દુર્ઘટનામાં દોઢ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જે અત્યાર સુધીમાં મોતનો સૌથી મોટો આંકડો છે. ગયા મહિને મહારાષ્ટ્રના પાલઘરમાં એક રોડ દુર્ઘટનામાં ટાટા સંસના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું મોત થયું હતું. તેમની કાર ડિવાઈડર સાથે અથડાતા તેમનું મૃત્યુ થયું હતું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર