'પાકિસ્તાન જિંદાબાદ, તાકાત હોય તો પકડી બતાવો,' ગોવા ભાજપની વેબસાઇટ હેક

News18 Gujarati
Updated: October 16, 2018, 7:45 AM IST
'પાકિસ્તાન જિંદાબાદ, તાકાત હોય તો પકડી બતાવો,' ગોવા ભાજપની વેબસાઇટ હેક
હેકરનું નામ મોહમ્મદ બિલાલ છે અને તેણે પોતાનું ઇમેઇલ આઇડી પણ આપ્યું હતું, જેનો અર્થ થયો કે તમારામાં તાકાત હોય તો મને પકડી બતાવો.

હેકરનું નામ મોહમ્મદ બિલાલ છે અને તેણે પોતાનું ઇમેઇલ આઇડી પણ આપ્યું હતું, જેનો અર્થ થયો કે તમારામાં તાકાત હોય તો મને પકડી બતાવો.

  • Share this:
ગોવા ભાજપની વેબટાઇટ પર પાકિસ્તાન જિન્દાબાદના નારા લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વેબસાઇટ ખોલતા જ સામે પાકિસ્તાન લખેલું જોવા મળ્યું હતું. બાદમાં તેની નીચે હેક્ડ અને પાકિસ્તાન જિન્દાબાદ લખેલું હતું. જો કે પાર્ટી કાર્યકર્તા વેબસાટિટને રીસ્ટોર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.

રાજકોટઃ નાણા ભીડને કારણે વેપારીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

હેકરે વેબસાઇટને માત્ર હેક જ નહોતું કર્યું પરંતુ પોતાની ઇમેઇલ આઇડી પણ આપી હતી. ધ ક્વિટના રિપોર્ટ પ્રમાણે હેકરનું નામ મોહમ્મદ બિલાલ છે અને તેની ઇમેઇલ આઇડી આપવાનો અર્થ થયો કે તમારામાં તાકાત હોય તો મને પકડી બતાવો. આ હેકરની આઇડી catch.if.you.can@hotmail.com છે.ટોસ જીતવા દ.આફ્રિકાના સુકાનીએ અપનાવી અજીબ ટ્રીક, થઈ સફળ

આવું પ્રથમ વખત નથી થયું. અગાઉ પણ ભારતમાં કોઇ વેબસાઇટ હેકર્સનો શિકાર થઇ ચૂકી છે, જમ્મુ કાશ્મીર ભાજપની વેબસાઇટ પણ એપ્રિલમાં હેક થઇ ચૂકી છે, હેકરે માગ કરી હતી કે કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના મામલે તેના પરિવારને ન્યાય મળે.
First published: October 15, 2018
વધુ વાંચો
अगली ख़बर