સેલ્સ ટાર્ગેટ પૂરા ન કર્યા તો અધિકારીઓને ઘૂંટણીયે ચાલવાની ફટકારી સજા

News18 Gujarati
Updated: January 22, 2020, 2:48 PM IST
સેલ્સ ટાર્ગેટ પૂરા ન કર્યા તો અધિકારીઓને ઘૂંટણીયે ચાલવાની ફટકારી સજા
ઘૂંટણીયે ચાલતી વખતે અધિકારીઓએ નારા લગાવ્યા કે, 'શપથ લઉં છું કે હું જ જવાબદાર છું'

ઘૂંટણીયે ચાલતી વખતે અધિકારીઓએ નારા લગાવ્યા કે, 'શપથ લઉં છું કે હું જ જવાબદાર છું'

  • Share this:
બીજિંગ : ચીનની કંપનીઓ પર અનેકવાર પોતાના કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લાગે છે. પરંતુ હવે જે અહેવાલ સામે આવ્યા છે તે સૌથી વધુ ચોંકાવનારા છે. ચીન (China)ના જીલિન પ્રાંતમાં સેલ્સ ટાર્ગેટ પૂરો ન કરી શકવાના કારણે એક રેસ્ટોરાંના અધિકારીઓને ઘૂંટણીયે ચાલવા મજબૂર કરવામાં આવ્યા. આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં કંપનીના મેનેજર અને ડાયેક્ટર પણ સામેલ છે.

જોકે, રેસ્ટોરાંના એક કર્મચારીએ દાવો કર્યો કે અધિકારીઓએ પોતાના ટાર્ગેટ પૂરો નહોતો કર્યો, તેથી તેઓએ સ્વેચ્છાએ જ આવી સજા સ્વીકારી. એક ચાઇનીઝે સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલા 15 વીડિયો અપલોડ કર્યા. તેમાં દાવો કરવામાં આવ્યો કે આ વીડિયો તેણે ચાંગચુનમાં કંપની માટે કામ કરનારા એક કર્મચારીએ મોકલ્યો છે, જેનું નામ તે જાહેર નથી કરવા માંગતો.

સ્ટેજ પર ઘૂંટણીએ ચાલ્યા અધિકારીઓ

વીડિયોથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમને આ રીતે સજા આપવામાં આવી રહી છે.


વાયરલ વીડિયોમાં કંપનીના તમામ કર્મચારી ઝંડા લઈને સ્ટેજ પર લાઇનમાં ઊભા છે. પછી એક પછી એક આવે છે અને ઘૂંટણીયે ચાલવા લાગે છે. આ દરમિયાન મોટેથી નારા લાગી રહ્યા છે- હું શપથ લઉં છું કે હું જ જવાબદાર છું. વીડિયોથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમને આ રીતે સજા આપવામાં આવી રહી છે.

ચીની કંપનીઓની થઈ ટીકાસોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ચીની કંપનીઓની ખૂબ ટીકા થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ચીનની કંપનીઓનો આ સાચો ચહેરો છે. જે પોતાના ટાર્ગેટ માટે અધિકારી અને કર્મચારીઓ પર ભારે દબાણ રાખે છે. એક યૂઝરે લખ્યું કે, ચીનમાં આવું અસામાન્ય નથી, પરંતુ અનેકવાર આવો પ્રચાર કરવામાં આવે છે.

આ પણ વાંચો, 300 યુવતીઓને ના પાડનારા આ 'પાકિસ્તાની હલ્ક'ને લગ્ન માટે કન્યાની તલાશ!
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर