છત્તીસગઢના પંખાઝૂરમાં એક ઓફિસરનો મોબાઈલ ફોન ડેમાં પડી જતાં તેને શોધવા માટે લાખો લીટર પાણી બરબાદ કરી દેવામાં આવ્યું. ન્હાવા માટે ગયેલા ફુડ ઈંસ્પેક્ટરન ફોન ડેમમાં પડ્યો, તો પહેલા તો તરવૈયાની મદદ લીધી પણ ફોન મળ્યો નહીં, તો 21 લાખ લીટર પાણી વહાવી દીધું. ત્રણ દિવસ સુધી પંપ ચલાવતા રહ્યા અને પાણી ડેમમાંથી બહાર કાઢ્યું. અંતે મોબાઈલ તો મળ્યો પણ ખરાબ થઈ ચુક્યો હતો. હવે આ ફુડ ઈંસ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અનુમાન અનુસાર, વેડફેલા આ પાણીથી દોઢ હજાર ખેતરની સિંચાઈ કરી શકાતી હતી.
पखांजुर में फूड इंस्पेक्टर ने अपना मोबाइल निकालने के लिए जलाशय को खाली कर दिया! यह सामान्य बात नहीं है! भूपेश सरकार आने के बाद हर जिले में, हर स्तर पर प्रशासनिक आतंकवाद चरम पर है!
હકીકતમાં જોઈએ તો, કોયલીબેડાના ફુડ ઈંસ્પેક્ટર રજા માણવા માટે ખેરકેટ્ટા પરલકોટા ડેમ પર ગયા હતા. અહીં ન્હાતી વખતે ઓફિસરનો મોંઘો ફોન પાણીમાં પડી ગયો. પાણી પડ્યા બાદ ઓફિસરે ફોન સોધવા માટે 15 ફુટ સુધી પાણીથી ભરેલા ડેમને ખાલી કરવાનું વિચાર્યું અને પંપ લગાવીને પાણી કાઢવા લાગ્યા. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઓફિસરે પહેલા ગામમાંથી અમુક યુવાનોની મદદ લઈ મોબાઈલ શોધ્યો પણ મોબાઈલ મળ્યો નહીં. ત્યાર બાદ ડેમ ખાલી કરાવ્યો.
છત્તીસગઢના ફુડ ઈંસ્પેક્ટરનો ફોન પાણી કાઢી નાખતા મળી ગયો, પણ પાણીમાં લાંબો સમય સુધી રહેતા તે ફોન ખરાબ થઈ ગયો હતો. કહેવાય છે કે, આ ફોન ચાલું થતો નહોતો.
3 દિવસ સુધી ચાલ્યો 30 એચપીનો પંપ
ઓફિસરે ડૂબેલા મોબાઈલ ફોનને શોધવા માટે કોશિશ ચાલું રાખી. આ દરમ્યાન ડેમનું પાણી બહાર કાઢવા માટે 30 હોર્સ પાવરનો પંપ ત્રણ દિવસ સુધી ચાલ્યો. વધારે પાણી વહીં જતા સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ થઈ તો, દોડતા આવ્યા અને પંપ બંધ કરાવ્યો. પણ ત્યાં સુધીમાં બહું મોડું થઈ ચુક્યું હતું. વધારે પડતું પાણી વેડફાઈ ચુક્યું હતું. પંપ બંધ કર્યા બાદ ફરીથી મોબાઈલ શોધવા લાગ્યા અને મોબાઈલ મળી ગયો, પણ ખરાબ થઈ ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર