છોકરી કઈ રીતે પટાવવી તેનું ટ્યૂશન મળશે: આ છોકરીએ જાહેરાત આપી તો છોકરાઓની લાઈનો લાગી
dating apps
પહેલા લોકો માટે પાર્ટનર ખાસ કરીને લોકો પોતાની આજૂબાજૂ અથવા દોસ્તોની મદદથી શોધી લેતા હતા, પણ ડેટિંગ એપ્સનું ઓપ્શન આવ્યા બાદ તેમની પાસે વિકલ્પ વધી ગયા છે.
Dating App Advice Service: વિદેશોમાં તો ડેટિંગ એપનું ચલણ તો હતું જ, હવે તે ધીમે ધીમે ભારતમાં પણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને મોટા શહેરોમાં તો યુવાનો પાર્ટનર શોધવા માટે ડેટિંગ એપનો ઉપયોગ કરે છે. જો કે, સૌ કોઈને તેમાં સફળતા મળતી નથી. ત્યારે આવા સમયે ભૂલ ક્યાં થઈ જાય છે, એ તો જે-તે વ્યક્તિ વિચારતો જ હશે, પણ તેમાં સચ્ચાઈ કહેનારુ કોણ હોય છે? તેનું સોલ્યૂશન એક છોકરીએ આપ્યું છે.
I will be mentoring guys on what to do and not do on dating apps. Like what kind of pictures to put, how to start conversation etc.
I have discussed this in detail with my female friends and I can help you all with this.
Please DM/comment here if you want one-on-one paid session
પહેલા લોકો માટે પાર્ટનર ખાસ કરીને લોકો પોતાની આજૂબાજૂ અથવા દોસ્તોની મદદથી શોધી લેતા હતા, પણ ડેટિંગ એપ્સનું ઓપ્શન આવ્યા બાદ તેમની પાસે વિકલ્પ વધી ગયા છે. ત્યારે આવા સમયે કંફ્યૂઝન પણ વધી જાય છે, કેમ કે આફતમાં અવસર શોધી કાઢતા લોકોનો તૂટો નથી. એક છોકરીએ આ સમસ્યાનું નિવારણ માટે પોતાની એક સર્વિસ શરુ કરી છે. જેની જાહેરાત ટ્વિટર પર નાખ્યું છે. છોકરીનું કહેવું છે કે, તે પોતાના એક્સપીરિયંસના આધાર પર છોકરાઓને છોકરીઓને પટાવવાનું શિખવશે.
છોકરીએ કહ્યું- હું શિખવિશ છોકરીઓ પટાવવાનું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @VandanaJain_ નામના આઈડીએ છોકરીએ પોતાની અનોખી સર્વિસનો પ્રચાર કર્યો છે. તેણે લખ્યું છે કે, હું છોકરાઓને બતાવીશ કે ડેટિંગ એપ પર શું કરવું અને શું ન કરવું. કેવા ફોટો નાખવા અને કેવી રીતે વાત શરુ કરવી વગેરે...મેં આ વાતો મારી મિત્રો સાથે શેર કરી, કહ્યું કે, હું આપને મદદ કરી શકુ છું. જો આપ પર્સનલ પેડ સેશન ઈચ્છે તો, કમેન્ટમાં ડીએમ કરી બતાવે. છોકરીના આ પ્રકારના ટ્વિટ બાદ તો કમેન્ટની લાઈનો લાગી.
આ ટ્વિટ બાદ લોકોએ શાનદાર પ્રતિક્રિયા આપી છે. છોકરીએ એક કમેન્ટના જવાબમાં એ પણ જણાવ્યું કે, તેનુ કેલેન્ડર બુક થઈ ચુક્યું છે અને લોકોને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ પોસ્ટ પર કેટલીય મજેદાર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યુઝર્સે કહ્યું કે, માછલી ન બતાવી શકે કે, માછલી કેવી રીતે પકડવી. આ તો માછીમાર બતાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર