ઓડિશાઃ લગ્નમા મળેલી ગિફ્ટના પેકેટમાં બ્લાસ્ટ, દુલ્હા સહિત 3નાં મોત

લગ્ન કરનાર યુગલ જેમાંથી દુલ્હાનું પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં મોત

પરિવારના લોકોએ ઓડિશાટીવી.ઈન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિએ પાર્સલની અંદર વિસ્ફોટક પદાર્થ મૂકી દીધો હતો, જેના કારણે પાર્સલ ખોલતી વખતે બ્લાસ્ટ થયો હતો.

 • Share this:
  ઓડિશાના બોલનગરી જિલ્લામાં એક ગિફ્ટ પેકેટમાં વિસ્ફોટ થવાથી દુલ્હા, તેની દાદી અને અન્ય એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટમાં લગ્ન કરનાર દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે લગ્ન પછી રિસેપ્શન દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ નવવિવાહિત જોડાને આ ગિફ્ટ આપી હતી.

  પોલીસે જણાવ્યું કે આ બ્લાસ્ટમાં વૃદ્ધ મહિલાનું મોત ઘટનાસ્થળે જ થઈ ગયું હતુ. જ્યારે એક દિવસ બાદ લગ્નના બંધનમાં બંધાયેલા તેના ભત્રીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

  ગંભીર રીતે ઘાયલ દુલ્હનની સારવાર બુરલા હોસ્પિટલમાં ચાલી રહી છે. બ્લાસ્ટમાં ઘાયલ અન્ય એક વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે.

  બ્લાસ્ટ બાદ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ તેમજ બોલાગીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ દુલ્હાના ઘરે થયો હતો.

  રિપોર્ટ પ્રમાણે સૌમ્ય સેખર અને રીમા સહુ 18મી ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બાદમાં 21મી ફેબ્રુઆરીના રોજ રિસેપ્શનનું આયોજન કરવમાં આવ્યું હતું.

  એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે રિસેપ્શન દરમિયાન કોઈ વ્યક્તિએ પાર્સલ બોમ્બ આપ્યો હતો. રિસેપ્શન બાદ શુક્રવારે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ જ્યારે પરિવારના સભ્યો લોકો પાસેથી મળેલી ગિફ્ટ્સ ખોલી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો.

  પરિવારના લોકોએ ઓડિશાટીવી.ઈન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિએ પાર્સલની અંદર વિસ્ફોટક પદાર્થ મૂકી દીધો હતો, જેના કારણે પાર્સલ ખોલતી વખતે બ્લાસ્ટ થયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: