Home /News /national-international /કારમાં શિક્ષિકાની હત્યા કરીને લાશને મેદાનમાં 10 ફૂટ ઊંડો ખાડો કરીને દાટી, શાળા પ્રેસિડન્ટ ઝડપાયો

કારમાં શિક્ષિકાની હત્યા કરીને લાશને મેદાનમાં 10 ફૂટ ઊંડો ખાડો કરીને દાટી, શાળા પ્રેસિડન્ટ ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર

India Crime News: શિક્ષિકાનું મોત શ્વાસ લેવામાં તકલીફને કારણે થયું છે. આ કિસ્સામાં તે ગળું દબાવવાનો કેસ હોઈ શકે છે.

ઓડિશાના કાલાહંડી જિલ્લામાં એક શાળાની શિક્ષકા પર કથિત રીતે બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી હતી. 23 વર્ષીય શાળાની શિક્ષકા થોડા દિવસો પહેલા અહીંથી ગુમ થઇ હતી. 11 દિવસ બાદ, ઓડિશા પોલીસે મંગળવારે એક અંડર કન્સ્ટ્રક્શન સ્ટેડિયમ સાઇટ પરથી તેનો બળી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. કાલાહાંડી જિલ્લાના મુખ્ય મથક ભવાનીપટના શહેરથી આશરે 80 કિલોમીટર દૂર મહાલિંગામાં 10 ફૂટની ઊંડાઈમાંથી મહિલાના અર્ધ બળી ગયેલા અને વિકૃત શરીરને બહાર કાઢવામાં આવ્યું હતું.

આરોપ છે કે, આ કેસમાં પહેલા ધરપકડ કરાયેલા સ્કૂલના મેનેજિંગ કમિટીના ચેરમેને શિક્ષકાની હત્યા કરી હતી. તેને બુધવારે બેંગોમુંડાની ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ, તે 14 ઓક્ટોબરના રોજ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. આવી સ્થિતિમાં ઓડિશા પોલીસે તેની ધરપકડ પર 1 લાખનું ઈનામ રાખ્યું છે.

અર્ધ બળેલું શરીર 10 ફૂટ નીચે દફનાવવામાં આવ્યું

ડીઆઈજી દીપક કુમારે બોલંગીર નગરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબરે શાળા પ્રમુખે ભવાનીપટના અને કેગાંવથી જતી વખતે કારમાં મહિલા શિક્ષિકાની હત્યા કરી હતી. આ સાથે તેનો મૃતદેહ 10 ફૂટ નીચે જમીનમાં દટાયો હતો. આ માત્ર આરોપીના કબૂલાત નિવેદનોથી જ જાણી શકાય છે. કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, આરોપીએ શિક્ષકાના અડધા બળેલા શરીરને શાળાના રમતના મેદાનમાં અંધારામાં દફનાવી દીધુ હતુ.

તેમણે કહ્યું કે, શિક્ષિકાનું મોત શ્વાસ લેવામાં તકલીફને કારણે થયું છે. આ કિસ્સામાં તે ગળું દબાવવાનો કેસ હોઈ શકે છે. તેની હત્યા કર્યા પછી તરત જ આરોપી તેને શાળાના પરિસરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ ખાડો ખોદવામાં આવ્યો હતો. તેણે મૃતદેહને ખાડામાં ફેંકી દીધો અને માટીથી ભરતા પહેલા શરીર પર કેટલાક રબરના ટાયર અને કાર્ડ બોર્ડ સળગાવીને નાંખી દીધા.

શિક્ષિકાને રાઝ પરથી પડદો હટાવવાની હતી

તેમણે કહ્યું કે, પોલીસે ગુનામાં વપરાયેલી કારના ડ્રાઇવરને પણ કસ્ટડીમાં લીધો છે અને ગુનામાં તેની સંડોવણીની તપાસ ચાલુ છે. ગુના પાછળના હેતુ વિશે પણ તેમણે જણાવ્યું હતું કે, શાળાના પ્રમુખને મહિલા શિક્ષિકા સાથે સમસ્યા હતી કારણ કે, તે તેના ગેરકાયદેસરના સંબંધો વિશે જાણતી હતી. શિક્ષકાએ તેને ચેતવણી આપી હતી કે, તેની પોલ તે ખોલીને રહેશે.

બે મંત્રીઓને મંડળમાંથી હટાવાયા

રાષ્ટ્રીય મહિલા બુધવારે આયોગે ઓડિશાના મુખ્યમંત્રીને તેમના મંત્રીમંડળમાંથી બે પ્રધાનોને હટાવવા કહ્યું છે જેમના નામ તપાસમાં સામે આવ્યા છે. પંચે તેના પત્રમાં એમ પણ કહ્યું છે કે, મુખ્ય આરોપી, જે પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો, તેને બીજેડી સરકારના મંત્રીઓ, ખાસ કરીને રાજ્ય મંત્રી (ગૃહ) કેપ્ટન દિબ્યાશંકર મિશ્રાએ તેના ભાગી જવામાં મદદ કરી હતી.

કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેપ્ટન દિબ્યાશંકર મિશ્રા વારંવાર સ્કૂલમાં આવતા અને રાત સુધી સ્કૂલમાં રોકાતા. દરમિયાન, પંચે ડીજીપી ઓડિશાને પત્ર પણ લખ્યો છે, જેમાં તેમને આ મામલામાં નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવા જણાવ્યું છે.
First published:

Tags: Murder mystery, ગુનો, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો