વાવાઝોડા 'ફાની'ને લઈ ઓડિશા સરકાર એલર્ટ પર, કાંઠા વિસ્તારો ખાલી કરાવ્યા

News18 Gujarati
Updated: May 2, 2019, 7:41 AM IST
વાવાઝોડા 'ફાની'ને લઈ ઓડિશા સરકાર એલર્ટ પર, કાંઠા વિસ્તારો ખાલી કરાવ્યા
પ્રતિકાત્મક તસવીર

વાવાઝોડા 'ફાની'થી ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા 19 જિલ્લા પ્રભાવિત થશે

  • Share this:
બંગાળની ખાડીમાં ઊભું થયેલું ચક્રવાતી તોફાન ફાની ખૂબ ભીષણ રૂપ ધારણ કરી રહ્યું છે. એવી શક્યતા છે કે ફાની શુક્રવાર બપોરે પૂરી જિલ્લાના ચંદ્રભાગાથી 10 કિમી ઉત્તરમાં ટકરાશે, જેનાથી ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા 19 જિલ્લા પ્રભાવિત થશે.

વાવાઝોડાથી દરિયાકાંઠે ટકરાતાં પહેલા 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તોફાન જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરથી પસાર થતાં પશ્ચિમ બંગાળ પહોંચશે. તેનાથી ગંજમ, ગજપતિ, ખુદ્રા, પુરી, જજપુર અને બાલાસોર જિલ્લાને પ્રભાવિત થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા બુધવાર સાંજે જાહેર બુલેટિન મુજબ તોફાન આગામી 12 કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધશે અને ત્યારબાદ ઉત્તર અને ઉત્તર-પૂર્વની તરફ ફંટાઈ જશે.

તોફાનને જોતા ચૂંટણી પંચે ઓરિસ્સાના 11 જિલ્લામાં લોકસભા ચૂંટણી માચે લાગેલી આદર્શ આચાર સંહિતાને હટાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાહત અને બચાવ કાર્યને જોતા આચાર સંહિતા હટાવવાનો આદેશ આપ્યો છે.

ફાની તોફાનને જોતા ઓરિસ્સાના બધા ડોક્ટર અને હેલ્થ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓને પણ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે.

ઓરિસ્સાના મૌસમ વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશક એચઆર બિસ્વાસે કહ્યું છે કે ચક્રવાતી તોફાન ફાનીનો પ્રભાવ ગત વર્ષે આવેલા તિતલી તોફાનની સરખામણીએ વધારે ગંભીર છે. 2 મે ના રોજ દક્ષિણ તટીય જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય 3 મે ના રોજ બધા તટીય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના સીએમ નવિન પટનાયકે આ દરમિયાન લોકોને સર્તક રહેવાની અપીલ કરી છે.
First published: May 2, 2019, 7:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading