હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે 8 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સસ્પેન્ડ

પોલીસ અધિકારી.

સતત ત્રણ કિલોમીટર તડકામાં ચાલ્યા બાદ મહિલાની તબિયત બગડી હતી. જે બાદમાં તેણીએ હૉસ્પિટલમાં જવું પડ્યું હતું.

  • Share this:
    નવી દિલ્હી: ઓડિશામાં પોલીસ (Odisha police)ની માનવતા મરી પરવારી હોય તેવો એક બનાવ ધ્યાનમાં આવ્યો છે. આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા (Superintendent of Police)એ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ (Sarat police station in-charge Rina Baksala) કરી દીધા છે. મયુરભંજ (Mayurbhanj) જિલ્લાના પોલીસ વડા સ્મિથ પરમારે (Smith Parmar) સરત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રીના બક્સાલાને રવિવારે એક આઠ મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર સુધી ચાલવા માટેની ફરજ પાડવાના ગુનામાં સસ્પેન્ડ કરી દીધા છે.

    મહિલા અને તેના પતિને ત્રણ કિલોમીટર સુધી ચાલવાની ફરજ પાડવાથી મહિલાની તબિયત બગડી હતી. આ દરમિયાન ખૂબ જ તડકો હોવાથી મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવી પડી હતી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સામે પગલાં ભરવામાં આવ્યા છે. આટલું જ નહીં, તેમની સામે ખાતાકીય તપાસનો પણ આદેશ કરાયો છે.

    આ પણ વાંચો: સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે સાંસદ દર્શનાબેન જરદોશ માસ્ક વગર દેખાયા, શું તંત્ર તેમને દંડ ફટકારશે?

    બનાવની વિગતે વાત કરીએ તો બિક્રમ બરુલી નામનો વ્યક્તિ પોતાના મોટરસાઇકલ પર સવાર થઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની આઠ મહિનાની પ્રેગ્નેન્ટ પત્ની પણ સાથે હતી. રવિવારે આ બનાવ બન્યો હતો. પોલીસ અધિકારી રીનાએ બિક્રમને અટકાવ્યો હતો અને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. બરુલીએ જણાવ્યું હતું કે તેણે ઓનલાઇન દંડ ભરી દેવા માટે તૈયારી બતાવી હતી, પરંતુ પોલીસ અધિકારીએ તેને અને તેની પત્નીને ત્રણ કિલોમીટર સુધી ચાલવાની ફરજ પાડી હતી. પોલીસ અધિકારીએ દંપતીને ત્રણ કિલોમીટર ચાલીને સરત પોલીસ ખાતે આવવાની ફરજ પાડી હતી, અને ત્યાં પહોંચીને દંડ ભરવાની ફરજ પાડી હતી.

    આ પણ વાંચો: પતિનું કામ તમામ કરી દો...,' ભાભી સાથેના આડા સંબંધમાં નાનાભાઈએ કરી મોટાભાઈની હત્યા

    સતત ત્રણ કિલોમીટર તડકામાં ચાલ્યા બાદ મહિલાની તબિયત બગડી હતી. જે બાદમાં તેણીએ હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. જે બાદમાં દંપતીએ આ અંગેની ફરિયાદ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસરને કરી હતી.

    આ મામલે મયુરભંજ એસ.પી.એ જણાવ્યું હતું કે, મહિલા પોલીસ અધિકારીને ગેરવર્તન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમની સામે ખાતાકીય તપાસ કરવાનો પણ આદેશ કરાયો છે. પ્રેગ્નેન્ટ મહિલા સાથે આવું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: