Home /News /national-international /Odisha Minister Attack: ઓડિશાના મંત્રી નબ દાસને ગોળી મારનાર ASIની પોલીસે કેવી રીતે ધરપકડ કરી, જુઓ વીડિયો

Odisha Minister Attack: ઓડિશાના મંત્રી નબ દાસને ગોળી મારનાર ASIની પોલીસે કેવી રીતે ધરપકડ કરી, જુઓ વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ASIને પકડ્યાં હતા.

Odisha Minister Attack: બપોરના એક વાગ્યાની આસપાસ બ્રજરાજનગર શહેરમાં આ ઘટના બની જ્યારે દાસ એક મીટિંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાના એક વીડિયોમાં મંત્રી દાસ બેભાન અને છાતીમાંથી લોહી નીકળતા જોવા મળે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Odisha (Orissa), India
ભુવનેશ્વરઃ ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ (ASI) ગોપાલ દાસે રવિવારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબ કિશોર દાસને ગોળી મારી દીધી હતી. દાસ પર ગોળીબાર કર્યા પછી બીજુ જનતા દળના સમર્થકોએ એએસઆઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મદદનીશ સબ-ઈન્સ્પેક્ટર ઑફ પોલીસ (એએસઆઈ) ગોપાલ દાસને પોલીસકર્મીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઘટનાના વીડિયોમાં (એટેક વીડિયો) બીજુ જનતા દળનો એક સમર્થક રિવોલ્વર સાથે જોવા મળ્યો હતો. બાદમાં પોલીસે રિવોલ્વર પોતાના કબજામાં લીધી હતી.

ઈન્સ્પેક્ટર જનરલ દીપક કુમાર ઉત્તરે જણાવ્યું કે, મદદનીશ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ASI) ગોપાલ દાસે મંત્રીને તેમની સર્વિસ ગનથી ગોળી મારી. તેણે કહ્યું હતુ કે, ‘શૂટઆઉટ પછી આરોપીએ સ્થાનિક IIC પ્રદ્યુમન સ્વેનને ગોળી મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ભાગી છૂટ્યો હતો.’ ગોળી વાગ્યા બાદ દાસને સારવાર માટે ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. દાસની છાતીમાં બે ગોળી વાગી હતી. સુરક્ષામાં ક્ષતિ કેમ થઈ તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


ઘટનાની નિંદા કરતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ હતુ કે, 'માનનીય મંત્રી નબ દાસ પર હુમલાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું આઘાતમાં છું. હું તેના પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું. હું તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.


કેવી રીતે બની ઘટના?


આ ઘટના જિલ્લાના બ્રજરાજનગર શહેરમાં બપોરે એક વાગ્યાની આસપાસ જ્યારે દાસ એક સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાના એક વીડિયોમાં મંત્રી દાસ બેભાન અને છાતીમાંથી લોહી નીકળતા જોવા મળે છે. વીડિયોમાં સ્થાનિક લોકો મંત્રીને ઉઠાવીને કારની આગળની સીટ પર બેસાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ASIની ધરપકડ કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પાસેથી મળી આવેલું હથિયાર જપ્ત કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.
First published:

Tags: Firing, Health Minister, Odisha

विज्ञापन