ઓડિસાના 'મોદી', પ્રતાપ સારંગીને મળ્યું કયું મંત્રાલય?

પ્રતાપ ચંદ્ર સારંગી

ઓડિશાના મોદી કરીકે પ્રખ્યાત ચંદ્ર સારંગીને કયા મંત્રાલયમાં કયું કામ મળશે, બધાને તે જાણવાની ઉત્સુકતા હતી

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા કેબિનેટમાં બધાને મંત્રાલયની વહેંચણી કરવામાં આવી છે. તેમાં ઓડિશાના મોદી કરીકે પ્રખ્યાત ચંદ્ર સારંગીને કયા મંત્રાલયમાં કયું કામ મળશે, બધાને તે જાણવાની ઉત્સુકતા હતી. આ ઉત્સુકતા ત્યારે વધી ગઈ જ્યાકે રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહેલા આઠ હજાર લોકોએ 64 વર્ષીય આ વ્યક્તિનું જબરદસ્ત અભિવાદન કર્યું. અસલમાં પીએમ મોદી બાદ જે મંત્રીના શપથમાં સૌથી વધારે તાળીઓ વાગી, તેમાં પ્રતાપ ચંદ્ર સારંગી સૌથી ઉપર છે.

  પ્રતાપ ચંદ્ર સારંગીને સોંપવામાં બે મંત્રાલયનું કામ
  પ્રતાપ સારંગીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી, પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલયમાં રાજ્યમંત્રીનો કાર્યભાર ફાળવવામાં આવ્યો.

  સાદગી માટે છે પ્રખ્યાત પ્રતાપ ચંદ્ર સારંગી
  પ્રતાપ ચંદ્ર સારંગી વિશે જે વાત સૌથી પ્રખ્યાત છે, તેમાં તેમના સાધારણ કપડા પહેરવા, ફેદાયેલા વાળ, લાંબી દાઢી, વિનમ્ર, સ્વતંત્ર વિચારોવાળા રાજનૈતિક કાર્યકર્તાઓમાં સૌથી ઉપર છે. ઓડિશાના બાલાસોરથી પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

  પ્રતાપ સાંરગીનો ઈતિહાસ
  સારંગીનો જન્મ નીલિગીરી નજીક ગોપીનાથપુર ગામમાં એક ગરીબ પરિવારમાં 4 જાન્યુઆરી 1955માં થયો હતો. મોદીની જેમ સારંગી પણ યુવા વસ્થામાં સંન્યાસી બનવા નીકળી ગયા હતા. એક વખત એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં સારંગીને પૂછવામાં આવ્યું કે, તે અવિવાહિત ચે કે બ્રહ્મચારી. તેમણે તૂરંત જવાૂ આપ્યો અવિવાહીત પરંતુ બ્રહ્મચારી નહીં.

  સારંગીએ ઓડિશા બજરંગ દળના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. આ પહેલા તે રાજ્યમાં વિશ્વ હિન્દૂ પરિષદના એક વરિષ્ઠ સભ્ય પણ રહી ચુક્યા છે. ચૂંટણી અભિયાન સમયે ચિટફંડ ઘોટાળો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ એજન્ડાની સાથે સારંગીએ ઘર-ઘર જઈ પ્રચાર કર્યો. જેના કારણે તે એક રસાકસી ભર્યા મુકાબલામાં 12956 વોટથી જીતી ગયા.
  Published by:kiran mehta
  First published: