Home /News /national-international /હાય રે મજબૂરી: રીક્ષામાં પત્નીનું મોત થતાં પતિ ખભ્ભે લાશ લઈને ઘરે જવા નીકળ્યો, એમ્બ્યુલન્સ પણ ન મળી
હાય રે મજબૂરી: રીક્ષામાં પત્નીનું મોત થતાં પતિ ખભ્ભે લાશ લઈને ઘરે જવા નીકળ્યો, એમ્બ્યુલન્સ પણ ન મળી
પત્નીનું મોત થતાં ખભ્ભે લાશ નાખીને નીકળ્યો પતિ
હકીકતમાં મહિલા ઈદે ગુરુની બુધવારે પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશની એક હોસ્પિટલમાંથી પરત ફરતા સમયે ઓટોમાં મોત થઈ ગયું હતું, જે બાદ પતિ સામુલુ પાંગીએ તેની લાશને ખભ્ભે ઊંચકીને જવા મજબૂર થવું પડ્યું હતું.
ભુવનેશ્વર: આજના આધુનિક ભારતમાં કેટલીય જગ્યાઓ પર લોકોને મેડિકલ સાથે જોડાયેલ પાયાની સુવિધાઓ મળતી નથી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઓડિશાના કોરાપુટ જિલ્લાના એક 35 વર્ષિય વ્યક્તિને પત્નીને ઓટો રીક્ષામાં દમ તોડ્યા બાદ કેટલાય કિલોમીટર સુધી લાશને ખભ્ભે લઈને ચાલવા મજબૂર થવું પડ્યું હતું.
હકીકતમાં મહિલા ઈદે ગુરુની બુધવારે પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશની એક હોસ્પિટલમાંથી પરત ફરતા સમયે ઓટોમાં મોત થઈ ગયું હતું, જે બાદ પતિ સામુલુ પાંગીએ તેની લાશને ખભ્ભે ઊંચકીને જવા મજબૂર થવું પડ્યું હતું.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસકર્મીની નજર સામુલુ પાંગી પર પડી તો, તેમણે તેના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી, જ્યાંથી લાશને પોટ્ટાંગી પ્રખંડના સોરદા ગામમાં લઈ ગયા. પાંગીએ બિમાર પત્નીને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના સાંગીવલસાની એક હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. જો કે, ત્યાં ડોક્ટરોની સારવારની કોઈ અસર તેના પર થઈ નહીં અને 100 કિમી દૂર પોતાના ઘરે પરત ફરી જવાની સલાહ આપી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર