Home /News /national-international /અનૈતિક સંબંધનો ખતરનાક અંત : જે પત્ની સાથે 7 ફેરા લીધા, તેનું જ માથુ વાઢી હાથમાં લઈ 12 કિમી ફર્યો
અનૈતિક સંબંધનો ખતરનાક અંત : જે પત્ની સાથે 7 ફેરા લીધા, તેનું જ માથુ વાઢી હાથમાં લઈ 12 કિમી ફર્યો
ઓડિશા - પતિએ પત્નીનું માથુ કાપી ગામમાં લઈ ફર્યો
Odisha crime-ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં અનૈતિક સંબંધની શંકામાં પતિએ તેની પત્નીનું માથું કાપી નાખ્યું. કપાયેલું માથું લઈને લગભગ 12 કિમી દૂર પોલીસ ચોકી પહોંચ્યો હતો. લોકોમાં ભારે ગભરાટ, પોલીસે ધરપકડ કરી, વધુ તપાસ ચાલુ છે.
ભુવનેશ્વર: ઓડિશાના (Odisha crime) ઢેંકનાલ જિલ્લામાં લગ્નેતર સંબંધની શંકામાં એક જૂનુની પતિએ તેની પત્નીનું માથું કાપી નાખ્યું. (Husband killed wife) આશ્ચર્યની વાત છે, કે આરોપી મહિલાનું કપાયેલું માથું લઈને લગભગ 12 કિલોમીટર દૂર ચાલીને પોલીસ ચોકી પહોંચ્યો હતો. (Illicit relation)
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આરોપીની ઓળખ નાકાફોડી માંઝી ઉર્ફે જાંડા તરીકે થઈ છે, જે તેની પત્ની ચંચલાના ચરિત્ર પર શંકા કરતો,અને ઘણીવાર આ બાબતે તેની સાથે ઝઘડો કરતો. ગુરુવારે લડાઈ વખતે ગુસ્સામાં, તેણે તિક્ષ્ણ હથિયાર વડે પત્નીનું માથું કાપી નાખ્યું હતું.
આરોપી વ્યક્તિ નાકાફોડી તેની પત્નીનું કપાયેલું માથું લઇ સરેંડર થવા ગોંદિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જયારે આરોપી કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો, ત્યારે ઝડપાઈ ગયો હતો.
આ પછી ગામજનોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો. જોરાંડા પોલીસે કેસ નોંધીને માંઝીની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ લોહીવાળું હથિયાર પણ કબજે કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાને બે પુત્રો છે. જેમાંથી એક પરિણીત છે, હાલ વધુ તપાસ ચાલુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર