Home /News /national-international /મોટા સમાચાર: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રીને પોલીસકર્મીએ છાતી પર ગોળી મારી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા

મોટા સમાચાર: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રીને પોલીસકર્મીએ છાતી પર ગોળી મારી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નવા દાસ

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ પર ઝારસુગુડા જિલ્લામાં બ્રજરાજનગરની નજીક હુમલો થયો છે. તેમને ગાંધી ચોક પાસે એક પોલીસકર્મી દ્વારા ગોળી મારી દેવામા આવી છે.

ઝારસુગુડા: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ પર ઝારસુગુડા જિલ્લામાં બ્રજરાજનગરની નજીક હુમલો થયો છે. તેમને ગાંધી ચોક પાસે એક પોલીસકર્મી દ્વારા ગોળી મારી દેવામા આવી છે. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નાબા દાસ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.



કાર્યક્રમમાં જોડાય તે પહેલા સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ જ્યારે પોતાની ગાડીમાંથી બહાર નીકળ્યા તો, ASIએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જો કે, તેણે શા માટે ફાયરિંગ કર્યું, તેની પાછળનું કારણ હજૂ સામે આવ્યું નથી. ઘટના બાદ નાબા દાસને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. આ ઘટના બાદ બીજેડી કાર્યકર્તા ધરણા પર બેસી ગયા છે. જે બાદ ઘટનાસ્થળે તણાવ વધી ગયો છે.



એવું માનવામા આવી રહ્યું છે કે, નાબા દાસ પર આ હુમલો પૂર્વ નિયોજીત હતો, કેમ કે મંત્રીને કથિત રીતે નજીકથી ગોળી મારી છે. આ ઘટનાએ ફરી એક વાર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.કેમ કે નાબા દાસને પોલીસ સુરક્ષા પણ મળેલી હતી.
First published:

Tags: Odisha