માનવતાની મહેક, આ ડૉક્ટરે ગરીબો માટે શરૂ કર્યું ‘એક રૂપિયા’વાળું ક્લિનિક

માનવતાની મહેક, આ ડૉક્ટરે ગરીબો માટે શરૂ કર્યું ‘એક રૂપિયા’વાળું ક્લિનિક
ડૉ. શંકર રામચંદાની (તસવીર ફેસબુક)

One Rupee Clinic: ડૉ. શંકરે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે ગરીબો અને વંચિતો એવું અનુભવે કે તેઓ મફતમાં સેવા લઈ રહ્યા છે

 • Share this:
  સંબલપુર. ઓડિશા Odhisha) રાજ્યના સંબલપુર જિલ્લામાં એક ડૉક્ટરે ગરીબો અને વંચિતોને ઉપચાર પૂરો પાડવા માટે ‘એક રૂપિયો ક્લિનિક’ (One Rupee Clinic) શરૂ કર્યું છે. વીર સુરેન્દ્ર સાઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (વિમ્સર)ના મેડિસિન વિભાગમાં સહાયક પ્રોફેસર શંકર રામચંદાની (Dr Shankar Ramchandani)એ બુરલા કસ્બામાં આ ક્લિનિક ખોલ્યું છે, જ્યાં દર્દીઓએ (Patients) સારવાર કરાવવા માટે માત્ર એક રૂપિયો ચાર્જ (One Rupee Charge) આપવો પડશે.

  ડૉ. શંકર રામચંદાની (38)એ જણાવ્યું કે, તેઓ ગરીબો અને વંચિતો માટે મફતમાં સારવાર પૂરી પાડવા માટે લાંબા સમયથી ઈચ્છુક હતા અને આ ક્લિનિક આ ઈચ્છાને પૂરી કરવાની દિશામાં ભરવામાં આવેલું પગલું છે. ડૉ. રામચંદાનીએ કહ્યું કે, મેં વિસ્મરમાં સીનિયર રેસિડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને સીનિયર રેસિડન્ટને ખાનગી ક્લિનિકમાં સારવારની સુવિધા આપવાની મંજૂરી નથી, તેથી હું તે સમયે એક રૂપિયો ક્લિનિકનો આરંભ ન કરી શક્યો. હાલમાં મને સહાયક પ્રોફેસરના પદ પર નિમણૂક કરવામાં આવી છે અને સહાયક પ્રોફેસર તરીકે કાર્યના કલાકો બાદ ખાનગી ક્લિનિકમાં કામ કરવાની મંજૂરી છે, તેથી મેં ભાડાના મકાનમાં હવે પોતાનું ક્લિનિક શરૂ કર્યું છે.  આ પણ વાંચો, ખૂબ જ દુર્લભ બીમારીથી પીડાય છે આ માસૂમ, જીવ બચાવવા માટે જરૂરી 16 કરોડનું ઇન્જેક્શન

  ડૉક્ટર શંકરને પૂછવામાં આવ્યું કે તેઓ એક રૂપિયો ચાર્જ કેમ લો છો તો તેઓએ જણાવ્યું કે, હું ગરીબો અને વંચિતો પાસેથી એક રૂપિયો લઉં છું, કારણ કે હું નથી ઈચ્છતો કે તેઓ એવું અનુભવે કે તેઓ મફતમાં સેવા લઈ રહ્યા છે. તેમને લાગવું જોઈએ કે તેમને સારવાર માટે કંઈક રકમ આપી છે. બુરલાના કચ્ચા માર્કેટમાં આ ક્લિનિક સવારે 7થી 8 વાગ્યા સુધી અને સાંજે 6થી 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

  ડૉ. રામચંદાનીએ કહ્યું કે, તેમની પત્ની શીખા રામચંદાની એક ડેન્ટિસ્ટ છે અને તેઓ પણ તેમની મદદ કરી રહ્યાં છે. ક્લિનિકનું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પહેલા દિવસે 33 દર્દી તેમની ક્લિનિકમાં આવ્યા હતા.

  આ પણ વાંચો, સોનામાં ફેરવાઈ Amazon નદી! NASAએ ક્લિક કરેલી તસવીરોએ આશ્ચર્ય સર્જ્યું, જાણો તેની પાછળનું કારણ

  એક કુષ્ઠ રોગીને ઊચકીને તેના ઘર સુધી પહોંચાડવાના કારણે 2019માં ચર્ચામાં આવેલા ડૉ. રામચંદાનીએ કહ્યું કે, મારા દિવંગત પિતા બ્રહ્માનંદ રામચંદાનીએ મને નર્સિંગ હોમ ખોલવા માટે કહ્યું હતું, પરંતુ તેના માટે મોટા રોકાણની જરૂરિયાત રહે છે અને તેમાં ગરીબોને એક રૂપિયામાં સારવાર પૂરી પાડવી શક્ય નહીં બને, તેથી મેં એક રૂપિયાવાળું ક્લિનિક ખોલ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published:February 14, 2021, 14:59 pm

  ટૉપ ન્યૂઝ