અઠવાડિયાની મહેનત અને 3600 દીવાસળીથી 18 વર્ષના કલાકારે બનાવ્યું વિશ્વની સૌપ્રથમ સાયકલનું મોડેલ

તેણે આ સાયકલ પ્રથમ વખત જોઈ હતી. તેને તે લેવાની ઇચ્છા થઈ હતી. પરંતું આ પ્રકારની સાયકલ ત્યાં સુધીમાં લુપ્ત થઈ ચૂકી હતી.

તેણે આ સાયકલ પ્રથમ વખત જોઈ હતી. તેને તે લેવાની ઇચ્છા થઈ હતી. પરંતું આ પ્રકારની સાયકલ ત્યાં સુધીમાં લુપ્ત થઈ ચૂકી હતી.

  • Share this:
નવી દિલ્હી : કલાકારોની કારીગરી, મહેનત અને કલાના અનેક પુરાવા આપણે ક્યાંકને ક્યાંક જોયા હશે. આજે આપણે એક એવા કલાકારની વાત કરવા જઈ રહયા છીએ, જેણે માચીસની 3600 દીવાસળીથી વિશ્વની સૌપ્રથમ સાયકલનું મોડેલ બનાવ્યું છે. તાજેતરમાં વર્લ્ડ બાઈસીકલ ડેની ઉજવણી થઈ હતી. આ દિવસને વિશેષ બનાવવા માટે ઓડિશામાં પુરીના કલાકારે માચીસની દિવાસળીથી 1870 સમયની પેની ફારથિંગ નામની વિશ્વની સૌપ્રથમ સાયકલના મોડેલ જેવી આબેહૂબ રચના કરી હતી.

ANIના અહેવાલ મુજબ, શાશ્વત રંજન સાહૂ નામના 18 વર્ષના કલાકારે 3653 દીવાસળી ગોઠવીને આ મોડેલ બનાવ્યું હતું. આ મોડેલ બનાવવા પાછળ તેને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો.

પેની ફારથિંગના આ મોડેલની લંબાઈ 50 ઇંચ અને પહોળાઈ 25 ઇંચ છે. શાશ્વત રંજન સાહૂને પેની ફારથિંગ મોડેલ ખૂબ ગમે છે, જેથી તેણે આ મોડેલ બનાવ્યું હોવાનું કહ્યું હતું. જ્યારે તે શાળામાં હતો ત્યારે તેણે આ સાયકલ પ્રથમ વખત જોઈ હતી. તેને તે લેવાની ઇચ્છા થઈ હતી. પરંતું આ પ્રકારની સાયકલ ત્યાં સુધીમાં લુપ્ત થઈ ચૂકી હતી.

સાયકલનો ઉપયોગ કરવાના ફાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી મોડેલ તેણે આ મોડેલ બનાવ્યું હતું. સાયકલ ચલાવવાથી પ્રદુષણ થતું નથી. જેથી સાયકલ ચલાવવી તે માત્ર પોતાના સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ શ્રેષ્ઠ છે તેવું તેણે ભારપૂર્વક કહ્યું હતું.

સાયકલ કહી શકાય તેવુ આ પ્રથમ મોડેલ

પેની ફારથિંગના સાયકલ કહી શકાય તેવું વિશ્વનું સૌપ્રથમ મશીન હતું.1880ના દસકાના અંતમાં વધુ આધુનિક સાયકલો બજારમાં આવી ગયા બાદ આ પ્રકારની સાયકલનું ચલણ ન રહ્યું. આ દરમિયાન સાયકલ ચલાવવાના મહત્વ અને ફાયદા વિશે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ સાયકલ ડે મનાવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સાયકલની વૈવિધ્યતા, વિશિષ્ટતા અને બહોળા આયુષ્ય સ્વીકાર્યા પછી આ દિવસ મનાવવાનું શરૂ થયું હતું.

આરોગ્ય અને પર્યાવરણને અનુકૂળ હોવા સાથે સાયકલ પોકેટ ફ્રેંડલી પણ છે. સાયકલ વધુ લોકો પરવડી શકે હોવાથી ગરીબથી તવંગર પણ તે ચલાવે છે. નિયમિત રીતે સાયકલ ચલાવવાથી તાણ, ડાયાબિટીઝ, સ્થૂળતા જેવી તકલીફ દૂર થઈ શકે છે.
First published: