દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઑડ-ઇવન લાગુ થશે : અરવિંદ કેજરીવાલ

News18 Gujarati
Updated: September 13, 2019, 12:51 PM IST
દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઑડ-ઇવન લાગુ થશે : અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને દિવાળીમાં ફટાકડા ન ફોડવા અપીલ કરી

અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને દિવાળીમાં ફટાકડા ન ફોડવા અપીલ કરી

  • Share this:
દિલ્હી : પ્રદૂષણ (Pollution)નો સામનો કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ રાજધાનીમાં ઑડ-ઇવન (Odd-Even) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી (Delhi)માં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઇવન લાગુ કરવામાં આવશે. તેની સાથે જ દિલ્હીવાસીઓને માસ્ક (Mask) પણ આપવામાં આવશે. ઓક્ટોબરમાં લોકોને N-95 માસ્ક પૂરા પાડવામાં આવશે.

અરવિંદ કેજરીવાલ દિવાળી (Diwali)ની આસપાસ થતાં પ્રદૂષણનો સામનો કરવા આજે પ્રેસ કોન્ફરન્સ કરી. કેજરીવાલે કહ્યું કે, પર્યાવરણ સુધાર માટે લોકોને વૃક્ષો ઉગાડવા (Tree Plantation) માટે પ્રેરિત કરવામાં આવશે. તેના માટે દિલ્હી સરકાર લોકોને છોડ પૂરા પાડશે.

આ પણ વાંચો, ઓવરલોડિંગ ટ્રકને 2 લાખનો મેમો આપ્યો, ડ્રાઇવરે કોર્ટમાં ભરી રકમદીવાળીના તહેવારોમાં ફટાકડા ન ફોડવા અપીલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દીવાળીના તહેવારમાં લોકોને ફટાકડા (Fire crackers) ન ફોડવા અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, દીવાળી પર ફટાકડા ફોડવાથી સમસ્યા ઊભી થાય છે. દિલ્હીના લોકોએ ફટાકડા ન ફોડવાનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ. તેના બદલે કાળી ચૌદશના દિવસે મોટો લેસર શો (Laser Show) રાખવામાં આવશે. જેમાં તમામ દિલ્હીના લોકોને બોલાવીશું. ત્યારબાદ ફટાકડા ફોડવાની જરુર નહીં રહે.

કેજરીવાલે નવા મોટર વ્હીકલ એક્ટના કર્યા વખાણ

દિલ્હીના મુખ્યમંત્રીએ નવા મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act)ના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, તેને લાગુ થવાથી ઘણો સુધાર આવશે. લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. અમે તેની પર નજર રાખી રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે જો ભવિષ્યમાં લોકોને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમે એવો કોઈ ક્લોઝ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવાની યોજના

દિલ્હીમાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રોનિક બસો પણ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, મેટ્રો ફેઝ-4 પણ શરૂ થવા જઈ રહી છે. સમગ્ર દિલ્હીમાં તમામ સ્થળે મોડર્ન બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે. જેનાથી બસોની સાચી માહિતી લોકોને મળી શકશે જેથી લોકો બસોનો વધુ ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો, કુમારસ્વામીનું વિવાદાસ્પદ નિવેદન : PM મોદીની હાજરી વિક્રમ માટે 'અશુભ' પુરવાર થઈ
First published: September 13, 2019, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading