ક્લાઈમેટ ચેન્જમાં રાહત આપે છે સમુદ્રના તળિયામાં રહેલા સુક્ષ્મ જીવાણુઓ, મોટા પ્રમાણમાં શોષી લે છે મિથેન ગેસ!

ક્લાઈમેટ ચેન્જમાં રાહત આપે છે સમુદ્રના તળિયામાં રહેલા સુક્ષ્મ જીવાણુઓ, મોટા પ્રમાણમાં શોષી લે છે મિથેન ગેસ!
પ્રતિકાત્મક તસવીર - Shutterstock

વર્તમાન સમયે સમગ્ર વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગનો ખતરો તોળાઇ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જીવ સૃષ્ટિ ઉપર ગંભીર અસર થઇ રહી છે

  • Share this:
વર્તમાન સમયે સમગ્ર વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગનો ખતરો તોળાઇ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જીવ સૃષ્ટિ ઉપર ગંભીર અસર થઇ રહી છે. દરિયાઈ જીવસૃષ્ટિનો કેટલો ભાગ જોખમ હેઠળ જીવી રહ્યો છે. અલબત્ત, નવા સંશોધનમાં આશાનું કિરણ સમાન તારણો સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે સમુદ્રના તળિયામાં સુક્ષ્મજીવાણુઓ ગ્રીન હાઉસ ગેસ મિથેનને શોષી શકે છે. આ વાયુ પૃથ્વીને ગરમ કરવા માટે જવાબદાર છે.

પ્રોસેડિંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ જર્નલમાં આ મામલે અભ્યાસ પ્રકાશિત થયો છે. આ અભ્યાસ 10 વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા થયો હતો. જેમાં પાણીની અંદર ખડકોમાં જોવા મળતા સુક્ષ્મજીવાણુઓ મિથેનને શોષી લેવામાં વધુ અસરકારક હોવાનું સામે આવ્યું હતું.હાર્વર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, યુએસ જિયોલોજિકલ સર્વે પેસિફિક કોસ્ટલ એન્ડ મરીન સાયન્સ સેન્ટર, યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયા અને જોઇન્ટ જીનોમ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનિકોની ટીમને જાણવા મળ્યું કે, મહાસાગરમાં ચૂનાના પત્થર અને ડોલોમાઇટ જેવા કાર્બોનેટ ખડકોમાં મળતા સુક્ષ્મસજીવો કાંપમાં મળેલા સુક્ષ્મજીવાણુઓની સરખામણીમાં 50 ગણી ઝડપથી મિથેન શોષી શકે છે.

ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનના કારણે વાતાવરણ પ્રદૂષિત થતા ગ્લોબલ વોર્મિંગની વધતી સમસ્યાનો સામનો કરવામાં આ પદ્ધતિ મદદ કરી શકે છે. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ભૌગોલિક રૂપે અલગ અલગ સીફ્લોર સીપ્સનો સર્વે કર્યો હતો. તેમના અભ્યાસમાં ફલિત થયું છે કે, તમામ સાઇટ્સમાં કાર્બોનેટ ખડકો મિથેન-ઓક્સિડાઇઝિંગ માઇક્રોબાયલ કોમ્યુનિટીઝની નોંધપાત્ર મેથેનોટ્રોફિક ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો - લગ્નમાં વરરાજો ના વાંચી શક્યો અખબાર, દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી, જાણો આખી ઘટના

આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, પાણીની અંદર મળેલા કાર્બોનેટ ખડકોની રચના અનોખી છે. જે મોટા પ્રમાણમાં મિથેન શોષવા ફાળો આપી શકે છે. આ અભ્યાસમાં ખડકોને "ચીમની લાઈક કાર્બોનેટ" તરીકે વર્ણવવામાં આવ્યા હતા. જે દક્ષિણ કેલિફોર્નિયાના દરિયાકાંઠે નવા પોઇન્ટ ડ્યુમ સિપમાંથી કાઢવામાં આવ્યા હતા.

અભ્યાસમાં સામે આવ્યું કે, આ ખડક અત્યાર સુધી માપેલા એનારોબિક મિથેન ઓક્સિડેશનના સૌથી વધુ દર સામે લાવે છે. ફિઝિકોકેમિકલ, ઈલેક્ટ્રીકલ અને બાયોલોજીકલ પરિબળોનો સમાવેશ કરતી ખડકના સંપૂર્ણ વિશ્લેષણ પછી વૈજ્ઞાનિકોએ નોંધ્યું હતું કે, મોટા પ્રમાણમાં ઉચ્ચ કોષની ઘનતા, ખનિજ રચના, ગતિ પરિમાણો અને ખાસ માઇક્રોબાયલ વંશની હાજરી મેટાબોલિક પ્રવૃત્તિ પાછળ કારણભૂત છે.

વૈજ્ઞાનિકોની ટીમના લીડર તથા બોસ્ટન યુનિવર્સિટીના બાયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર જેફરી જે. માર્લો આ બાબતે કહે છે કે, પેટાળમાંથી નીકળતા પ્રવાહીમાં સૂક્ષ્મજીવાણુઓ દ્વારા મિથેનને બાયકાર્બોનેટમાં ફેરવાતો હોવાથી ચીમનીઓ આ ખડકોમાં અસ્તિત્વ ધરાવે છે. જે ત્યારબાદ સમુદ્રી જળમાંથી કાર્બોનેટ ખડકના રૂપમાં નીકળી શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ઓર્ગેનાઇઝિક એન્ડ ઇવોલ્યુશનરી બાયોલોજીના પ્રોફેસર અને વરિષ્ઠ લેખક પીટર ગિરગુઇસે નિવેદનમાં જણાવ્યું હતું કે, કાર્બોનેટ ખડકોમાં રહેલા સુક્ષ્મજીવાણુઓ મિથેન બાયોફિલ્ટરની જેમ કાર્ય કરે છે. તેઓ સમુદ્રમાંથી નીકળતાં પહેલાં મિથેનનો ઉપયોગ કરે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ